નળાખ્યાન/કડવું ૪૨

વિકિસ્રોતમાંથી
← કડવું ૪૧ નળાખ્યાન
કડવું ૪૨
પ્રેમાનંદ
કડવું ૪૩ →
મૂ. રાગ : મેવાડો. .


કડવું ૪૨ મું – રાગ : મેવાડો.

દેખાડી દીઘી હો, કળીએ સુંદરી; ધાયા વેપારી હો, લાવ્યા બંધન કરી.
સર્વે ઠરાવી હો, અબળા શાકિણી; નળને સમરે હો, મધુર ભાષિણી.
બોલ્યો અધિકારી હો, મારો સર્વે મળી; પડયા ત્રુટી હો, અબળાને નાંખી દળી.
ગડદા ને પાટું હો, પહાણા ને લાકડી; એણી પેરે મારી હો, બાળા બે ઘડી.
રહ્યું બોલાતું હો, કટે કાંટા પડે; બંધન ત્રુટયું હો, નહાસતી આખડે.
હું વધૂ દેખી હો, પૂર્વજ લાજીયા; મુને રાખો હો, નૈષધ રાજીયા.
ત્રાસે નાહાસે હો, પાછું પૂરી જુએ; રોજ માર્ગે હો, દમયંતી રુએ.
અંગે ઢીમા હો, રુધિર ધારા ઝરે; બહુ સાલ ઉઠ્યા હો, અવિલોકન કરે.
ઉષ્ણ જ રેણું હો, ચરણે દાઝરે; કળી પૂઠે પડીયો હો, દેવો દુ:ખ કાજેરે.
નગ્ર એક આવ્યું હો, અબલા ઓહોલાસીરે; રાજ કરે છે હો, ભાનુમતી માસીરે.
પુરમાં પેઠી હો, આપત અવસ્તારે; ઘેલી જાણી હો, લોક સહુ હસતારે.
બાળક પૂઠે હો, ટાળી પાડેરે, શે ઢાંકે કાયા હો, રેણું ઉરાડેરે.
વૈદરભી વિહીલી હો, શેરી ચહુટે ફરેરે; નાંખે કાંકરા હો, કર આડો ધરેરે.
છ્જે બેઠી હો, માસી ભાનુમતીરે, મોકલી દાસી હો, તેડાવી સતીરે.

વલણ

સતી તેડાવી રાણીએ, જે અબળા ઊભી રહીરે;
ભાણેજે માસી ઓળખી પણ, માસીએ ભાણેજ ઓળખી નહીરે.