નાખેલ પ્રેમની દોરી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

નાખેલ પ્રેમની દોરી,
ગળામાં અમને નાખેલ પ્રેમની દોરી.

આની કોરે ગંગા વા’લા! પેલી કોરે યમુના !
વચમાં કાનુડો નાખે ફેરી રે ... ગળામાં અમને.

વૃંદા રે વનમાં વા’લે ધેનુ ચરાવી,
વાંસળી વગાડે ઘેરી ઘેરી ... ગળામાં અમને.

જળ રે જમુનાનાં અમે પાણીડાં ગ્યાં’તાં,
ભરી ગાગર નાખી ઢોળી ... ગળામાં અમને.

વૃંદા રે વનમાં વા’લે રાસ રચ્યો રે,
કા’ન કાળો ને રાધા ગોરી ... ગળામાં અમને.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
ચરણોની દાસી પિયા તોરી ... ગળામાં અમને.