નાથના નેણમાં વા’લાનાં વેણમાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નાથના નેણમાં વા’લાનાં વેણમાં
દેવાનંદ સ્વામી

રાગ : ચારુકેશી


નાથના નેણમાં, વા’લાનાં વેણમાં, કહાનનાં કેણમાં,
મનડું વેંધાણું છે મારું રે... ꠶ટેક

ભરવાને પાણી, જાતી’તી હું જાણી,
લાલમાં લોભાણી... ꠶ ૧

હસીને બોલાવી, મુને લલચાવી,
ઊભા પાસે આવી... ꠶ ૨

આંખ્યું જાદુગારી, પ્રેમની પટારી,
કાનાની કટારી... ꠶ ૩

દેવાનંદ ભાળી, વા’લો વનમાળી,
મૂર્તિ રૂપાળી... ꠶ ૪