નાના ગ્રાસ લેવત મનગમતા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નાના ગ્રાસ લેવત મનગમતા
દેવાનંદ સ્વામી
નાના ગ્રાસ લેવત મનગમતા,
નેણાં ભરી જોયા રે હરિ જમતાં... નેણાં° ટેક

ઓઢી ઉપરણી રાખી કાન ઉઘાડા,
શોભાનિધિ ઘણું ગમતા... નેણાં° ૧

વારે વારે જળપાન કરત હૈ,
રમુજ કરીને ઘણું ગમતા... નેણાં° ૨

એ છબી જોવા સારું ભવબ્રહ્માદિક,
ભાવસહિત કેડે ભમતા... નેણાં° ૩

દેવાનંદ કહે જન્મ સુફળ કરી,
નિત્ય ચરણોમાં જે નમતા... નેણાં° ૪