લખાણ પર જાઓ

નિહારિકા/વનદેવી

વિકિસ્રોતમાંથી
← અભિલાષા નિહારિકા
વનદેવી
રમણલાલ દેસાઈ
ચંદ્રીનું વિયોગગીત →


વનદેવી


૦ ઝૂલણા છંદ ૦

પા૫ભર જગતથી દૂર વસતાં અમો,
વિપુલ વનરાજિમાં રાજ્ય કરતાં;
પુષ્પ પરિમલ સહે, સમીરની લહર શું,
સરિત સર તરલ શું રાસ રમતાં !

ગહન આકાશમાં ચંદ્ર હસી એકલો
સૃષ્ટિ દિપાવવા જ્યોતિ ફેલે;
ચંદ્રનો ચંદ્ર પ્રભુ જીવન દિપાવવા
મુજસમી ચંદ્રિકા જગત રેલે !

દેવી વનની અને જીવનની હું બનું,
ચંડ વિકરાલ ધરી રૂ૫ ખેલું;
સ્વપ્નલીલા મહીં રાખું જગજીવને;
કદી કદી નયનથી આંસુ રેલું !

વિવિધ રૂપે વસું જગત વિલસાવતી,
સૃષ્ટિક્રમ નિયમતી મોહમાયા !
અનુસરી ભાવના રંગ બદલ્યા કરું,
વિશ્વમાં ગૂંથતી તેજછાયા !