સર્જક:રમણલાલ દેસાઈ
જન્મ |
૧૨ મે 1892 શિનોર |
---|---|
મૃત્યુ |
૨૦ સપ્ટેમ્બર 1954 વડોદરા |
વ્યવસાય | લેખક |
ભાષા | ગુજરાતી ભાષા |
રાષ્ટ્રીયતા | ભારત, બ્રિટીશ ભારત, Dominion of India |
મુખ્ય પુરસ્કારો | રણજિતરામ સુવર્ણચંદ્રક |
દેસાઈ રમણલાલ વસંતલાલ (૧૨-૫-૧૮૯૨, ૨૦-૯-૧૯૫૪) ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ હતા.
જીવન[ફેરફાર કરો]
તેમનો જન્મ શિનોર (જિ. વડોદરા)માં થયો હતો. વતન કાલોલ (જિ. પંચમહાલ). પ્રાથમિક શિક્ષણ શિનોરમાં. માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ વડોદરામાં થયું હતું. અંગ્રેજી મુખ્ય વિષય સાથે ૧૯૧૪માં બી.એ. અને ૧૯૧૬માં એમ.એ. ૧૯૪૮માં નિવૃત્ત થયાં ત્યાં સુધી વડોદરા રાજ્યની નોકરી. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત ખરા, પણ સ્વાતંત્ર્ય-આંદોલનમાં સીધી રીતે ક્યારેય સંકળાયેલાં નહીં. ૧૯૫૨માં વિશ્વશાંતિ પરિષદમાં અખિલ ભારત શાંતિ પરિષદના પ્રતિનિધિ તરીકે વિયેનાની મુલાકાત. ત્યાંથી રશિયાનો પ્રવાસ. ૧૯૩૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૧ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્યવિભાગના પ્રમુખ. હૃદય બંધ પડવાથી વડોદરામાં અવસાન.
સર્જન[ફેરફાર કરો]
સંપુટ-૧
નવલકથાઓ
જયંત * શિરીષ * કોકિલા * હૃદયનાથ * સ્નેહયજ્ઞ * દિવ્યચક્ષુ * પૂર્ણિમા * ભારેલો અગ્નિ + ગ્રામલક્ષ્મી ૧થી ૪ * બંસરી * પત્રલાલસા * ઠગ * શોભના * ક્ષિતિજ * ભાગ્યચક્ર * હૃદયવિભૂતિ * છાયાનટ * પહાડનાં પુષ્પ * ઝંઝાવાત * પ્રલય * કાલભોજ * સૌંદર્ય જ્યોત * શૌર્યતર્પણ * બાલાજોગણ * સ્નેહસૃષ્ટિ * શચી પૌલોમી * ત્રિશંકુ * આંખ અને અંજન
સંપુટ-ર
નવલિકાસંગ્રહો
ઝાકળ * પંકજ * રસબિંદુ * કાંચન અને ગેરુ * દીવડી * સતી અને સ્વર્ગ * ધબકતાં હૈયાં * હીરાની ચમક
સંપુટ-૩
કાવ્યસંગ્રહો
નિહારિકા * શમણાં
નાટ્ય સંગ્રહો
શંકિત હૃદય * પરી અને રાજકુમાર * અંજની * તપ અને રૂ૫ * પુષ્પોની સુષ્ટિમાં * ઉશ્કેરાયેલે આત્મા * કવિદશન * પૂર્ણિમા * બેજુ બહાવરો * વિદેહી * સંયુક્તા
સંપુટ-૪
પ્રકીર્ણ
જીવન અને સાહિત્ય ૧-૨ * સુવર્ણ રજ * ગ્રામોન્નતિ * ગઈકાલ * મધ્યાહ્નનાં મૃગજળ * તેજચિત્રો * અભિનંદન-ગ્રંથ * ઊર્મિ અને વિચાર * ગુલાબ અને કંટક * અપ્સરા ૧ થી ૫ * રશિયા અને માનવશાંતિ * ગુજરાતનું ઘડતર * સાહિત્ય અને ચિંતન * ભારતીય સંસ્કૃતિ * માનવ સૌરભ * કલાભાવના * શિક્ષણ અને સંસ્કાર * ઊર્મિના દીવડા
ચિંતનમાળા
મહાત્મા ગાંધી * ન્હાનાલાલ-કલાપી * માનવી – પશુની દૃષ્ટિએ અને આત્મનિરીક્ષણ * ભારતીય કલા – સાહિત્ય - સંગીત * સમાજ અને ગણિકા * અંગત - હું લેખક કેમ થયો?