લખાણ પર જાઓ

ઠગ

વિકિસ્રોતમાંથી
ઠગ
રમણલાલ દેસાઈ
અજાણ્યો યુવક →


શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ જન્મ શતાબ્દી ગ્રંથમાળા સંપુટ-૧

સંસ્કાર ગ્રંથાવલિ
પુસ્તક ૯ મું
 


ઠગ



રમણલાલ વ. દેસાઈ





આર. આર. શેઠની કંપની
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
મુંબઈ ૪૦૦ ૦૦૨ [ ] અમદાવાદ ૩૮૦ ૦૦૧

શ્રી રમણલાલ વ. દેસાઈનાં પુસ્તકો
  • સંપુટ-૧

નવલકથાઓ

જયંત o શિરીષ o કોકિલા o હૃદયનાથ o સ્નેહયજ્ઞ o દિવ્યચક્ષુ o પૂર્ણિમા o ભારેલો અગ્નિ o ગ્રામલક્ષ્મી ૧ થી ૪ o બંસરી o પત્રલાલસા o ઠગ o શોભના o ક્ષિતિજ o ભાગ્યચક્ર o હૃદયવિભૂતિ o છાયાનટ o પહાડનાં પુષ્પો o ઝંઝાવાત o પ્રલય o કાલભોજ o સૌંદર્યજ્યોત o શૌર્યતર્પણ o બાલાજોગણ o સ્નેહસૃષ્ટિ o શચી પૌલોમી o ત્રિશંકુ o આંખ અને અંજન

  • સંપુટ-૨

નવલિકાસંગ્રહો

ઝાકળ o પંકજ o રસબિંદુ o કાંચન અને ગેરુ o દીવડી o સતી અને સ્વર્ગ o ધબકતાં હૈયાં o હીરાની ચમક

કાવ્યસંગ્રહો
નિહારિકા o શમણાં

નાટ્યસંગ્રહો

શંકિત હૃદય o પરી અને રાજકુમાર o અંજની o તપ અને રૂપ o પુષ્પોની સૃષ્ટિમાં o ઉશ્કેરાયેલો આત્મા o કવિદર્શન o પૂર્ણિમા o બૈજુ બ્હાવરો o વિદેહી o સંયુક્તા

  • સંપુટ-૩

પ્રકીર્ણ
જીવન અને સાહિત્ય ૧-૨ o સુવર્ણરજ o ગ્રામોન્નતિ o ગઈકાલ o મધ્યાહ્નનાં મૃગજળ o તેજચિત્રો o અભિનંદન-ગ્રંથ o ઊર્મિ અને વિચાર o ગુલાબ અને કંટક o અપ્સરા ૧ થી પ o રશિયા અને માનવશાંતિ o ગુજરાતનું ઘડતર o સાહિત્ય અને ચિંતન o ભારતીય સંસ્કૃતિ o માનવ- સૌરભ o કલાભાવના o શિક્ષણ અને સંસ્કાર o ઊર્મિના દીવડા

ચિંતનમાળા
મહાત્મા ગાંધી o ન્હાનાલાલ-કલાપી o માનવી - પશુની દૃષ્ટિએ અને આત્મનિરીક્ષણ o ભારતીય કલા- સાહિત્ય - સંગીત o સમાજ અને ગણીકા o અંગત - હું લેખક કેમ થયો ?








મારા પરમ મિત્ર
સદ્દગત ગજુભાઈ-ગજાનન મહાદેવપ્રસાદ દેસાઈને
રમણલાલ વ. દેસાઈ

DESAI Ramanlal V.
THUG, Novel
R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1992
891-473


@ ડૉ. અક્ષયકુમાર ર. દેસાઈ
શ્રી ર. વ. દેસાઈ જન્મ શતાબ્દી આવૄત્તિ મે, ૧૯૯૨
મૂલ્ય રૂ. ૪૭-૦૦


પ્રકાશક
ભગતભાઈ ભુરાલાલ શેઠ,
આર. આર. શેઠની કંપની
મુંબઈ ૪૦૦ ૦૦૨ [ ] અમદાવાદ ૩૮૦ ૦૦૧


ટાઈપસેટિંગ :
ચંદ્રિકા પ્રિન્ટરી,
મિરઝાપુર રોડ,
અમદાવાદ ૩૮૦ ૦૦૧


ઑફસેટ મુદ્રણ :
ચિરાગ પ્રિન્ટર્સ
સિટી મિલ કંપાઉન્ડ
રાયપુર દરવાજા બહાર
અમદાવાદ ૩૮૦ ૦૦૧

પુનર્મુદ્રણ વખતે

બ્રિટિશ સલ્તનતના પાયા નંખાયા. તે સમયના ભારતીય સમાજમાં ચાલી રહેલાં વહેણોને સમજવા મુ. ભાઈસાહેબ સતત પ્રયત્ન કરતા. ‘ઠગ’, ‘ભારેલો અગ્નિ’, વગેરે વાર્તાઓનાં બીજ આ અભ્યાસ પ્રવૃત્તિમાં સમાયાં છે. ‘ઠગ’ સંસ્થા ઉપર એક સળંગ મોટો અભ્યાસગ્રંથ લખવા એ સામગ્રી એકઠી કરતા હતા. એ ગ્રંથ ન લખાયો; પરંતુ આ નવલકથા એ યુગની કેટલીક ઘટનાઓ જીવંત કરે છે. પ્રકાશકો અને વાચકોનો આભાર.

‘જયકુટીર’, ટાઈકલવાડી રોડ,
મુંબઈ- ૧૬ , તા. ૮-૧૨-૭૦.
અક્ષયકુમાર ર. દેસાઈ
 


પાંચમી આવૃત્તિ વખતે

મુ. ભાઈસાહેબની ‘ઠગ’ એ પ્રથમ પરંતુ એક સરસ પ્રશ્નને છણતી નવલકથા. એ વંચાયે જાય છે તેથી આનંદ થાય છે. વાચકો અને પ્રકાશકોનો આભાર.

‘જયકુટીર’, ટાઈકલવાડી રોડ,
મુંબઈ- ૧૬ , તા. ૧૬-૪-૬૪
અક્ષયકુમાર ર. દેસાઈ
 


પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

‘ઠગ’ એ મારી સહુથી પહેલી નવલકથા. ‘નવગુજરાત' નામના સાપ્તાહિકમાં તે ટુકડે ટુકડે આપવામાં આવી હતી. ભેદનું વાતાવરણ ઉત્પન્ન કરે એવી વાર્તા સહજ વધારે આકર્ષક બને છે એ ખ્યાલથી તે વખતે આ નવલકથા લખેલી, અને તે માટે ઠગ જેવી સંસ્થાની ભૂમિકા લીધી હતી.

અઢારમી અને ઓગણીસમી સદીનું હિંદુસ્તાન અનેક નવલકથાઓનાં વસ્તુ પૂરાં પાડે એમ છે. ઠગટોળીની ભયાનકતાએ મેડોઝ ટેલરની The Confessions of a Thug અને યુજીન સુની Wandering Jew નામની કથાઓ ઉપજાવી છે. એ ટોળી માત્ર ભયંકરતા ઉપર રચાઈ ન હતી એમ કદાચ મારા તે વખતના સ્વદેશાભિમાનને લાગ્યું હોય. એટલે તેમાં અમુક ઉદ્દેશ અને ઉચ્ચ ગુણોનું આરોપણ કરી મેં ‘ઠગ’ની કથા લખી

નાખી હતી : અલબત્ત, છેક ઇતિહાસ વાંચ્યા વગર જ લખી નાખેલી નહિ.

પરંતુ આ પુસ્તક છપાવવાનો પ્રસંગ મારા પ્રકાશકોએ મને આપ્યો ત્યારે ગુપ્ત મંડળો અને ખાસ કરી ‘ઠગ’ ટોળીનો જરા વધારે અભ્યાસ કરવાની વૃત્તિ થઈ. તેને પરિણામે મારી ખાતરી થઈ કે ઠગની સંસ્થામાં અને ઠગનાં આગેવાન સ્ત્રીપુરુષોમાં મેં કલ્પેલા અગર ઝાંખા જોયેલા ઉચ્ચ કક્ષાના ગુણો એ માત્ર તરંગ કે મિથ્યા સ્વદેશાભિમાન ન હતું. એટલે વગર સંકોચે આ પુસ્તક હું પ્રગટ થવા દઉં છું. આ નવલકથા તદ્દન કલ્પિત છે; એમાંનાં પાત્રો ઐતિહાસિક નથી - માત્ર કર્નલ સ્લિમાન સિવાય. પરંતુ જે રીતે સ્લિમાનને વાર્તા કહેનાર તરીકે મેં ગોઠવ્યો છે તે રીતે તો કલ્પિત જ છે. સ્લિમાનના પડછાયા નીચે મેં નવું જ કલ્પિત પાત્ર ઊભું કર્યું છે.

આખી વાર્તા કલ્પિત હોવા છતાં એમાં ઐતિહાસિક દૃષ્ટિ બને એટલી સાચવી છે. અને મારા વલણને અંગ્રેજી લેખકનો પણ ટેકો મળે છે એ સમજી શકાય એ અર્થે ગુપ્ત મંડળીઓ અને ઠગની સંસ્થાના મારા ઉતાવળા અભ્યાસની નોંધ ઉપરથી એક લાંબો અને શુષ્ક લેખ તૈયાર કરેલો પહેલા પરિશિષ્ટમાં આપ્યો છે. ગુપ્ત ટોળીઓના અભ્યાસની સહજ વૃત્તિ પણ એથી જાગે તો એ લેખ સાર્થક થશે.

આપણા પરદેશગમનના ભ્રમને દૂર કરે એવો એક અંગ્રેજી ઉતારો પણ પરિશિષ્ટ બીજામાં આપ્યો છે. વચલા યુગમાં આપણા હિંદવાસીઓ મધ્ય એશિયા કે પશ્ચિમ એશિયા સાથે બહુ સંબંધમાં આવતા હતા. એવું ઠગની વાર્તામાં કરેલું અસ્પષ્ટ સૂચન એ લેખથી ઐતિહાસિક આધાર પામે છે.

વાર્તામાં આવતા સ્ત્રીપાત્ર ‘આયેશા’ને નામે વાર્તા પ્રસિદ્ધ કરવાનો પ્રથમ વિચાર હતો. પરંતુ એ પાત્ર મહત્ત્વનું હોવા છતાં તે આખી વાર્તા ઉપર ફરી વળતું ન હોવાથી મૂળ નામ પ્રમાણે વાર્તાને ‘ઠગ’ એટલું જ નામ આપવું વાસ્તવિક લાગ્યું છે - જોકે પ્રકાશકોને તો ‘આયેશા’ નામ આપવાની પૂર્ણ ઇચ્છા હતી.

નવલકથામાં કલા તો જે હોય તે ખરી. મારી નવલકથાઓ ઠીક ઠીક વંચાય છે એમ મારી ખાતરી કરી આપવા છતાં તે વિષે બહુ ઊંચો અભિપ્રાય બાંધી દેવાની ભૂલ મારાથી ન થઈ જાય એટલું જ હું ઇચ્છું છું.

૨૫ એપ્રિલ, ૧૯૩૮
વડોદરા
રમણલાલ વસંતલાલ દેસાઈ
 




મુદ્રણો :
પ્રથમ  : એપ્રિલ ૧૯૩૮ : પાંચમી : એપ્રિલ ૧૯૬૪
દ્વિતીય : મે ૧૯૪૭ : છઠ્ઠી : જાન્યુઆરી ૧૯૭૧
તૃતીય : ઓગષ્ટ ૧૯૫૩ : સાતમી : નવેમ્બર ૧૯૭૬
ચતુર્થ : ડિસેમ્બર ૧૯૫૮: આઠમી : જૂન ૧૯૮૨


૯મું પુનર્મુદ્રણ શતાબ્દી વર્ષ મે, ૧૯૯૨


પ્રત : ૨૨૫૦

અનુક્રમ

અજાણ્યો યુવક
ફાંસાનો અનુભવ
મારા તંબુમાં ૧૧
ચમકાવતી સાબિતી ૧૫
મૂંઝવણ ૨૦
અણધારી હાર ૨૪
આયેશા ૨૮
પ્રેમના ભણકાર ૩૩
ભોંયરામાં ૩૭
ગોરી કાળી ઠગાઈ ૪૨
કોતરમાં રાત્રિ ૪૭
મટીલ્ડા ૫૧
ઠગનો કાર્યપ્રદેશ ૫૯
ભગ્ન હૃદયના ભણકાર ૬૨
ઠગ જીવનમાં માનવતા ૭૨
આઝાદની સોબત ૮૦

ઠગની બડાઈ ૮૪
લૂંટાતો સંઘ ૯૧
છાવણીની પાડોશમાં ૯૮
પાછા છાવણીમાં ૧૦૧
જાદુના ખેલ ૧૦૫
ખોવાયલા હારનો પત્તો ૧૧૫
અણધાર્યા ચોર ૧૨૫
અણીનો વખત ૧૩૦
બલિદાન ૧૩૪
છેલ્લો શ્વાસ ૧૪૩
કેટલીક સ્પષ્ટતા ૧૫૦
માનવ કવિતા ૧૫૯
મૂર્તિના ભેદ ૧૬૭
વર્ષો પછીનું અકસ્માત મિલન ૧૭૫
પરિશિષ્ટ પહેલું ૧૮૪
પરિશિષ્ટ બીજું ૨૨૨





Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.