લખાણ પર જાઓ

ઠગ/પરિશિષ્ટ બીજું

વિકિસ્રોતમાંથી
← પરિશિષ્ટ પહેલું ઠગ
પરિશિષ્ટ બીજું
રમણલાલ દેસાઈ
૧૯૩૮



પરિશિષ્ટ બીજું


'George Forster's Travels'
give an account of his journey from Bengal to England in
1782-84
P. 291-I must mention to you that we brought from baku five Hindoos; two of them were merchants of multan, and three were mendicants: a father, his son and a SanyaSee. The last was a hale spirited young man, who, impelled an equal alertness in mind and body, blended also with a strong tincture of fanaticism was making, it may be termed, the tour of the world; for he did not seem to hold it a matter of much concern wither his course was directed, provided he was in motion.
The Hindoos at baku had Supplied his little wants, and recommended him to their agents in Russia, whence, he said, he would like to proceed with me to England. The Multanee Hindoos were going to Aastrakhan on a commercial adventure merely.
* * *
The city of Aastrakhan is supposed to contain... Nagayan Tartars (the ancient people of the country) and... a small Society of Hindoos. In this city, which occupies a mediate situation between Asia & Europe, there is perhaps a more diversified assemblage of nations than on any other spot on the globe and a more liberal display of toleration. You see the... churches mingled with the Mahomedan mosque and Hindoo pagoda... The Hindoos also enjoy at Aastrakhan very fair indulgence. After Accumulation certain property
they return to India and are succeeded by other adventurers they have neglected to preserve any record of their first settlement, and subsequent progress in this quarter of Russia.


ગુજરાતી ભાવાર્થ
જ્યોર્જ ફોરસ્ટર નામના અંગ્રેજી મુસાફરે બંગાળથી ઈગ્લાંડ સુધીની ખુશ્કી માર્ગની કરેલી સને ૧૭૮૨થી ૧૭૮૪ સુધીની મુસાફરીના વર્ણનમાંથી ઉતારો.
* * *
પાન ૨૯૧ - આ સ્થળે એક વિગત મારે જણાવવી જોઈએ. અમારી સાથે બાકુ શહેરથી અમે પાંચ હિંદુઓને લઈ આવ્યા. એમાંના બે મુલતાનના વ્યાપારીઓ હતા, અને ત્રણ સાધુઓ હતા. સાધુઓના બે જણ બાપદીકરો થતા હતા અને એક સંન્યાસી (Sanyasee) હતો. આ સંન્યાસી આનંદી અને તેજદાર સ્વભાવનો યુવક હતો. એના મન અને શરીરની અજબ સ્ફુર્તિનું મિશ્રણ તેને પૃથ્વીપરિક્રમા કરવા પ્રેરતું હતું. એ સંન્યાસી એવો મસ્ત હતો કે એને મુસાફરી કરવાની મળે એટલે એને બસ થઈ જતું. પછી કયે માર્ગે એણે જવું અગર ક્યારે મુસાફરી પૂરી કરવી એ વિષે એને જરાય કાળજી ન હતી. ચાલ્યા કરવું – ગતિમાં રહેવુ એ જ એનો શોખ !
બાકુના હિંદુઓએ આ સંન્યાસીની ઝીણી ઝીણી જરૂરિયાતો પૂરી પાડી હતી ને રશિયાના આડતિયાઓને એની ભાળવણી કરી હતી. રશિયાથી મારી સાથે ઇન્ગ્લ્ંડ આવવાની પણ તેની તૈયારી હતી. મુલતાની હિંદુઓ તો આસ્ટ્રાખાન શહેરમાં વ્યાપાર માટે જ જતા હતા.
* * *
આસ્ટ્રાખાન શહેરમાં દેશના મૂળ નિવાસી નાયગન તાર્તરોની અને થોડા હિંદુઓની વસતી હતી. આ શહેર યુરોપ અને એશિયાની સરહદ ઉપર આવ્યું છે, એને લીધે જગતના કોઈ પણ સ્થળ કરતાં આ શહેરમાં જુદી જુદી પ્રજાઓની વિવિધતા ઘણી વધારે જોવામાં આવે છે. અહીં ધર્મ ઉદારતા પણ ઘણી જ વધારે છે. આ શહેરમાં ખ્રિસ્તી દેવળો, મુસ્લિમ મસ્જિદો અને હિન્દુ મંદિરો તમે તદ્દન સેળભેળ થઈ ગયાં હોય એટલાં પાસે પાસે આવેલાં જોશો... આસ્ટ્રાખાનમાં હિંદુઓ પ્રત્યે બહુ જ ઉદાર વર્તન રાખવામાં આવે છે. અહીં આવનાર હિંદુઓ થોડી મિલકત થાય એટલે પોતાને દેશ પાછા ફરે છે, અને નવા સાહસિકો તેમના દેશમાંથી આવી તેમનું સ્થાન લે છે... હિંદુઓનો વસવાટ આસ્ટ્રાખાનમાં પ્રથમ ક્યારે થતો તેનો દાખલો રાખવાનું તેઓ ચૂક્યા છે, અને રશિયાના આ પ્રદેશમાં પોતાના પ્રથમ વસવાટ પછી શી પ્રગતિ કરી તેનો પણ ઇતિહાસ તેમની પાસે નથી.
♦♦♦