લખાણ પર જાઓ

છાયાનટ

વિકિસ્રોતમાંથી
છાયાનટ
રમણલાલ દેસાઈ
પ્રકરણ ૧ →


શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ જન્મ શતાબ્દી ગ્રંથમાળા સંપુટ-૧

સંસ્કાર ગ્રંથાવલી
પુસ્તક ૨૯મું
 


છાયાનટ



રમણલાલ વ. દેસાઈ





આર. આર. શેઠની કંપની
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
મુંબઈ ૪૦૦ ૦૦૨ ᗣ અમદાવાદ ૩૮૦ ૦૦૧

શ્રી રમણલાલ વ. દેસાઈનાં પુસ્તકો
  • સંપુટ-૧

નવલકથાઓ

જયંત o શિરીષ o કોકિલા o હૃદયનાથ o સ્નેહયજ્ઞ o દિવ્યચક્ષુ o પૂર્ણિમા o ભારેલો અગ્નિ o ગ્રામલક્ષ્મી ૧ થી ૪ o બંસરી o પત્રલાલસા o ઠગ o શોભના o ક્ષિતિજ o ભાગ્યચક્ર o હૃદયવિભૂતિ o છાયાનટ o પહાડનાં પુષ્પો o ઝંઝાવાત o પ્રલય o કાલભોજ o સૌંદર્યજ્યોત o શૌર્યતર્પણ o બાલાજોગણ o સ્નેહસૃષ્ટિ o શચી પૌલોમી o ત્રિશંકુ o આંખ અને અંજન

  • સંપુટ-૨

નવલિકાસંગ્રહો

ઝાકળ o પંકજ o રસબિંદુ o કાંચન અને ગેરુ o દીવડી o સતી અને સ્વર્ગ o ધબકતાં હૈયાં o હીરાની ચમક

કાવ્યસંગ્રહો
નિહારિકા o શમણાં

નાટ્યસંગ્રહો

શંકિત હૃદય o પરી અને રાજકુમાર o અંજની o તપ અને રૂપ o પુષ્પોની સૃષ્ટિમાં o ઉશ્કેરાયેલો આત્મા o કવિદર્શન o પૂર્ણિમા o બૈજુ બ્હાવરો o વિદેહી o સંયુક્તા

  • સંપુટ-૩

પ્રકીર્ણ
જીવન અને સાહિત્ય ૧-૨ o સુવર્ણરજ o ગ્રામોન્નતિ o ગઈકાલ o મધ્યાહ્નનાં મૃગજળ o તેજચિત્રો o અભિનંદન-ગ્રંથ o ઊર્મિ અને વિચાર o ગુલાબ અને કંટક o અપ્સરા ૧ થી પ o રશિયા અને માનવશાંતિ o ગુજરાતનું ઘડતર o સાહિત્ય અને ચિંતન o ભારતીય સંસ્કૃતિ o માનવ- સૌરભ o કલાભાવના o શિક્ષણ અને સંસ્કાર o ઊર્મિના દીવડા

ચિંતનમાળા
મહાત્મા ગાંધી o ન્હાનાલાલ-કલાપી o માનવી - પશુની દૃષ્ટિએ અને આત્મનિરીક્ષણ o ભારતીય કલા- સાહિત્ય - સંગીત o સમાજ અને ગણીકા o અંગત - હું લેખક કેમ થયો ?







સદા સ્મિતભર્યું મુખ રાખી જીવનને અણધારી ઝડપથી
આટોપી લઈ ન ભુલાય એવાં પવિત્ર સ્મરણો મૂકી ગયેલી
સૌ. બહેન ઈન્દિરાને


રમણલાલ વ. દેસાઈ

DESAI Ramanlal V.

CHHAYANAT, Novel
R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1992
891-473


@ ડૉ. અક્ષયકુમાર ર. દેસાઈ


શ્રી ર. વ. દેસાઈ જન્મ શતાબ્દી આવૃત્તિ મે, ૧૯૯૨


પ્રકાશક
ભગતભાઈ ભુરાલાલ શેઠ,
આર. આર. શેઠની કંપની
મુંબઈ ૪૦૦ ૦૦ર [ ] અમદાવાદ ૩૮૦ ૦૦૧


ટાઈપસેટિંગ :
ચંદ્રિકા પ્રિન્ટરી,
મિરઝાપુર રોડ,
અમદાવાદ ૩૮૦ ૦૦૧


ઓફસેટ મુદ્રણ :
ચિરાગ પ્રિન્ટર્સ
સિટી મિલ કંપાઉન્ડ
રાયપુર દરવાજા બહાર
અમદાવાદ ૩૮૦ ૦૦૧

ચોથી આવૃત્તિનું પુનઃમુદ્રણ

‘છાયાનટ’નું ફરી મુદ્રણ થઈ વાચકો સમક્ષ રજૂ થાય છે. વાચકો અને પ્રકાશકોનો આભાર.

‘જયકુટીર’, ટાઈકલવાડી રોડ,
મુંબઈ- ૧૬ તા. ૯-૧૨-'૭૬
અક્ષયકુમાર ર. દેસાઈ
 


ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના

‘છાયાનટ’ મને પોતાને અંગત રીતે ઠીક ગમે એવી નવલકથા છે.

છતાં તેની ત્રીજી આવૃત્તિ થતાં લગભગ બાર વર્ષ થયાં.

એ સમયે પ્રથમની બે આવૃત્તિઓની પ્રસ્તાવનામાં જે લખ્યું હતું તે કરતાં બીજું કાંઈ કહેવાનું નથી. સિવાય કે સને ૧૯૪૧માં ભારતે સ્વરાજ્ય મેળવ્યું ન હતું; આજ તે મળ્યું છે. છતાં એમાં ઉત્સાહનાં પૂર કેમ આવતાં નથી ? હજી એ જ છાયા નટને વળગેલી રહી છે !

‘કૈલાસ’, મદનઝાંપા રોડ,
વડોદરા તા. ૧૨-૩-'પ૩
રમણલાલ વ. દેસાઈ
 


બીજી આવૃત્તિની પ્રસ્તાવના

‘છાયાનટ’ની નવી આવૃત્તિ મારા મિત્રો આર. આર. શેઠ પ્રગટ કરે છે, અને પ્રથમાવૃત્તિમાં ભેટ તરીકે અપાયેલા પુસ્તકને વિસ્તૃત જનતા સમક્ષ મૂકે છે. હું એ સજ્જન પ્રકાશકોનો આભાર માનું છું.

‘છાયાનટ’ વાંચનારાઓમાંથી બે પ્રશ્નો મને પુછાય છે : ‘વાર્તામાં વર્ણવાયલા નિરાશાવાદ માટે શું પુરાવો છે ખરો ?’

પ્રથમ એક વાત જાહેર કરી દઉં કે હું નિરાશાવાદી નથી. માત્ર નિરાશાને જીવનમાં - રાષ્ટ્રજીવનમાં સ્થાન છે એટલું કોઈ ન ભૂલે.

જે દેશમાં એક પ્રેરણા પાતો રાષ્ટ્રવાદી પાકો કોમવાદી બની રાષ્ટ્રીય પ્રવાહની વચમાં ઊભો રહેતો હોય, લાખો રૂપિયા કમાઈ એ કમાવાનું ચાલુ

રાખી હિંદની ગરીબી વિષે હાય પોકારતા આગેવાનો હોય, આનંદ અને અમનચમનમાં જીવન ગુજારતા નિષ્ણાતો ખેડૂતોને કરકસરનો બોધ કરવા કમર કસતા હોય અને આપણા સામાન્ય જીવન સાથે જરાય સંબંધ ન રહે એ ઢબે આપણા યુવકવર્ગને કેળવવામાં આવતો હોય, એ દેશમા નિરાશાની પળો ડગલે ને પગલે ન આવે તો નવાઈ.

એનો અર્થ એમ તો ન જ થાય કે હું એ નિરાશા સેવવાનો બોધ કરું છું. નિરાશાની તીવ્રતા ઘણીયે વાર સાહસપ્રેરક નીવડે.

બીજો પ્રશ્ન એ થાય છે : ‘તો કાંઈ માર્ગ સૂચવો ને ?’

મારા મત અનુસાર એ માર્ગ ગાંધીજી દ્વારા સૂચવાઈ ચૂક્યો છે. સાહિત્યકારો માર્ગ ન જ બતાવે એમ કહેવાય નહિ. પરંતુ માર્ગમાં આવતી મુશ્કેલીઓનું દર્શન પણ અંશતઃ માર્ગદશક ન થાય ?

છતાં એટલું કહી જ દઉં કે માર્ગસૂચન માટે મારામાં પાત્રતા છે એમ મેં કદી માન્યું નથી. મારો આાદર્શ નાનો છે. વાંચી જવાય એવી વાર્તા હું લખી શક્યો હોઉં તો મારે માટે બસ છે..

પ્રકાશકો મારી વાર્તા પ્રસિદ્ધ કરે છે એ વાચકોનું વલણ સમજીને. મારી વાત વાચકો હાથમાં હજી લઈ શકે એમ છે એટલો સંતોષ મને વધારે લખવા પ્રેરે છે. એટલે વાચકોનો આભાર માન્યા વગર તો હું કેમ રહી શકું?

તા. ૨૧ જાન્યુઆરી, ૧૯૪૨
રમણલાલ વ. દેસાઈ
 


પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

‘દિવ્યચક્ષુ' લખ્યા પછી એક દસકે ‘છાયાનટ’ લખવાની ઈચ્છા થાય એ પણ એક વિધિવૈચિત્ર્ય છે.

આ ‘છાયાનટ’ રાગ નથી કે કોઈ નટ નથી. હા, એક એવા અદૃશ્ય નટની એ કલ્પના છે કે જેની છાયા આપણને છોડતી નથી. અને જેનું નર્તન આપણને નીચે અને નીચે ઉતારે છે. કોઈ એવો ઓળો આ દેશ ઉપર ફરતો જ રહે છે કે જે રાષ્ટ્રીય પ્રગતિના માર્ગને રોધ્યા કરે છે, અને આપણા નિશ્વયો અને સંકલ્પોને ફળીભૂત થવા દેતો જ નથી. એને નામ ગમે તે આપો: એનાં કારણો ગમે તે શોધો. અણધારી જગાએથી અણધારી વ્યક્તિઓમાં અણધાર્યા કારણે એ ઓળો પ્રગટી ઊઠે છે.

છેલ્લાં દસ વર્ષની પ્રવૃત્તિ કે પ્રગતિ ભારે નિરાશાસૂચક છે. Defeatism - પરાજિત વૃત્તિને નામે એ ભાવને ઓળખી શકાય. એ વૃત્તિ સારી નથી, ઉપકારક નથી, માર્ગદશક નથી એ બધું ખરું, પરંતુ જ્યારે એ ઘણી વાર હૃદયસ્થ થાય ત્યારે એ સાચી તો બની જાય છે. એવી પરાજિત વૃત્તિનું પ્રતિબિંબ તે આ ‘છાયાનટ’ની કથા. એ કથાના નાયકને બહુ દૂર જોવા જવું પડે એમ નથી. આપણે શા માટે તે ન હોઈએ ?

એ સંજોગોમાં લખાયેલી વાર્તા કટુતાસૂચક હશે જ. છતાં કોઈ વ્યક્તિ કે વર્ગને ખોટું લગાડવાની જરાય એમાં ધારણા નથી.

વાર્તા તરીકે ‘છાયાનટ’ને સંપૂર્ણ કરી છે, છતાં આ સંપૂર્ણ વાર્તાને પહેલા ખંડ તરીકે ઓળખાવવાનો એક ઉદ્દેશ છે : આ પરાજિત વૃત્તિ શું કાયમની જ રહેવા સર્જાઈ છે ? છાયા ઓસરી, મુક્તિ નૃત્ય કરવાનો સંભવ ઊભો શું નહિ થાય ? 'આદર્શ'ના મથાળા નીચે લખાયલા આદર્શાભંગના કથનને 'આદર્શસિદ્ધિ’ના મથાળામાં વધારવાનું શક્ય નહિ બને ? આશા તો છે જ.

પરંતુ એને માટેનું વાતાવરણ તૈયાર ન થાય ત્યાં સુધી બીજો ભાગ નહિ જ રચાય એમ માનીને હું ચાલું છું, અને આ વાતા પૂર્ણ થઈ એમ ગણું છું.

વાર્તા તરીકે એની જે અસર થાય તે ખરી.

વડોદરા
તા. ૧૩ જુલાઈ, ૧૯૪૧
રમણલાલ વ. દેસાઈ
 




મુદ્રણો:


પ્રથમ : ઑગષ્ટ ૧૯૪૧ :ચતુર્થ : મે ૧૯૬૫
દ્વિતિય : ફેબ્રુઆરી ૧૯૪૨ :પાંચમી : ડિસેમ્બર ૧૯૭૬
તૃતીય : એપ્રિલ ૧૯૫૩


૬ઠ્ઠુ પુનર્મુદ્રણ શતાબ્દી વર્ષ મે, ૧૯૯૨


પ્રત: ૨૨૫૦

અનુક્રમ
પ્રકરણ ૧
પ્રકરણ ૨
પ્રકરણ ૩ ૧૨
પ્રકરણ ૪ ૧૬
પ્રકરણ ૫ ૨૩
પ્રકરણ ૬ ૩૦
પ્રકરણ ૭ ૪૪
પ્રકરણ ૮ ૫૭
પ્રકરણ ૯ ૬૮
પ્રકરણ ૧૦ ૮૦
પ્રકરણ ૧૧ ૯૭
પ્રકરણ ૧૨ ૧૦૬
પ્રકરણ ૧૩ ૧૧૪
પ્રકરણ ૧૪ ૧૨૦
પ્રકરણ ૧૫ ૧૨૯
પ્રકરણ ૧૬ ૧૩૫
પ્રકરણ ૧૭ ૧૪૪
પ્રકરણ ૧૮ ૧૫૧
પ્રકરણ ૧૯ ૧૫૫
પ્રકરણ ૨૦ ૧૬૩
પ્રકરણ ૨૧ ૧૭૩
પ્રકરણ ૨૨ ૧૮૪


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.