લખાણ પર જાઓ

બંસરી

વિકિસ્રોતમાંથી
બંસરી
રમણલાલ દેસાઈ
અજાણ્યો યુવક →


શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ જન્મ શતાબ્દી ગ્રંથમાળા સંપુટ-૧

સંસ્કાર ગ્રંથાવલિ
પુસ્તક ૨૧ મું
 


બંસરી




રમણલાલ વ. દેસાઈ



આર. આર. શેઠની કંપની

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા

મુંબઈ ૪૦૦ ૦૦૨ [ ] અમદાવાદ ૩૮૦ ૦૦૧

શ્રી રમણલાલ વ. દેસાઈનાં પુસ્તકો

સંપુટ-૧

નવલકથાઓ

જયંત * શિરીષ * કોકિલા * હૃદયનાથ * સ્નેહયજ્ઞ * દિવ્યચક્ષુ * પૂર્ણિમા * ભારેલો અગ્નિ * ગ્રામલક્ષ્મી ૧ થી ૪ * બંસરી * પત્રલાલસા *ઠગ * શોભના * ક્ષિતિજ * ભાગ્યચક્ર * હૃદયવિભૂતિ * છાયાનટ * પહાડનાં પુષ્પો * ઝંઝાવાત * પ્રલય * કાલભોજ * સૌંદર્યજયોત * શૌર્યતર્પણ * બાલાજોગણ * સ્નેહસૃષ્ટિ * શચી પૌલોમી * ત્રિશંકુ * આાંખ અને અંજન

સંપુટ-ર

નવલિકાસંગ્રહો

ઝાકળ * પંકજ * રસબિંદુ * કાંચન અને ગેરુ * દીવડી * સતી અને સ્વર્ગ * ધબકતાં હૈયાં * હીરાની ચમક

કાવ્યસંગ્રહો

નિહારિકા * શમણાં

નાટ્યસંગ્રહો

શંકિત હૃદય * પરી અને રાજકુમાર * અંજની * તપ અને રૂપ * પુષ્પોની સૃષ્ટિમાં * ઉશ્કેરાયેલો આત્મા * કવિદર્શન * પૂર્ણિમા * બૈજુ બહાવરો * વિદેહી * સંયુક્તા

સંપુટ-૩

પ્રકીર્ણ

જીવન અને સાહિત્ય ૧-૨ * સુવર્ણરજ * ગ્રામોન્નતિ * ગઈકાલ * મધ્યાહ્નનાં મૃગજળ * તેજચિત્રો * અભિનંદન-ગ્રંથ * ઊર્મિ અને વિચાર * ગુલાબ અને કંટક * અપ્સરા ૧ થી ૫ * રશિયા અને માનવશાંતિ * ગુજરાતનું ઘડતર * સાહિત્ય અને ચિંતન * ભારતીય સંસ્કૃતિ * માનવસૌરભ * કલાભાવના * શિક્ષણ અને સંસ્કાર * ઊર્મિના દીવડા

ચિંતનમાળા

મહાત્મા ગાંધી * ન્હાનાલાલ-કલાપી * માનવી - પશુની દૃષ્ટિએ અને આત્મનિરીક્ષણ * ભારતીય કલા- સાહિત્ય - સંગીત * સમાજ અને ગણીકા * અંગત - હું લેખક કેમ થયો ?






મારા પરમપ્રિય

સાહસજીવી

ભાઈ રમાકાન્ત ઘારેખાનને

- રમણલાલ

DESAI Ramanlal V.

BANSARI, Novel
R. R. Sheth & Co.,
Bombay-Ahmedabad
1992
891-473


© ડૉ. અક્ષયકુમાર ર. દેસાઈ


શ્રી ર.વ.દેસાઈ જન્મ શતાબ્દિ આવૃત્તિ મે, ૧૯૯૨

મૂલ્ય રૂ. ૩૭-૦૦


પ્રકાશક
ભગતભાઈ ભુરાલાલ શેઠ,
આર. આર. શેઠની કંપની
મુંબઈ ૪૦૦ ૦૦૨ [ ] અમદાવાદ ૩૮૦ ૦૦૧


ટાઈપસેટિંગ :
ચંદ્રિકા પ્રિન્ટરી,
મિરઝાપુર રોડ,
અમદાવાદ ૩૮૦ ૦૦૧


ઓફસેટ મુદ્રણ :
ચિરાગ પ્રિન્ટર્સ
સિટી મિલ કંપાઉન્ડ
રાયપુર દરવાજા બહાર

અમદાવાદ ૩૮૦ ૦૦૧

પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

અરેબિયન નાઇટ્સ, કથાસરિતસાગર, વિક્રમવૈતાલનાં કથાનકો વગેરે સાહિત્યગ્રંથોમાં વિવિધ રસનું દર્શન થાય છે એ ખરું, તથાપિ એવા વાર્તાસાહિત્યનું મુખ્ય બળ તેના અદ્દભુત રસમાં રહેલું હોય છે. અદ્દભુત રસ માનવીને સર્વદા આકર્ષે છે, અને એ રસનો આશ્રય લઈ ઊંચી જાતનું સાહિત્ય–મુખ્યત્વે વાર્તાસાહિત્ય રચાયેલું છે.

પશ્ચિમમાં એ જ અદ્દભુત રસ વાર્તાના એક મુખ્ય અંગ તરીકે જાસૂસકથાઓ - Detective Tales - મોટા પ્રમાણમાં રચાઈ છે. અંગ્રેજી સાહિત્યમાં એડગર એલન પોએ આવી ભેદી વાર્તા રચવાની શરૂઆત કરી ગણાય છે. ગતાયુ સર કૉનન ડૉઇલે શેરલૉક હોમ્સ નામના પાત્રને અનુલક્ષી બહુ આકર્ષક અને ઉત્તેજક વાર્તાઓ રચી છે, જે અતિશય લોકપ્રિય થઈ પડી છે. એડગર વૉલેસની નવલકથાઓ પણ ભેદના ઉકેલ અર્થે་ યોજાયેલી છે. ટૂંકી વાર્તાઓ તો ઘણાખરા નવલિકાલેખકો લખ્યે જાય છે.

વળી સૅક્સ રોમર નામના ભેદી વાર્તા લખનાર કલાકારની કલા જગતનાં અગમ્ય તત્ત્વોનાં ખેલનનું બહુ જ રોચક વાતાવરણ ઊભું કરે છે. શેરલૉક હોમ્સની માફક બીજાં પણ ભેદી પાત્રો પ્રખ્યાત થઈ ચૂક્યાં છે. આમ જાસૂસકથા એ નવલકથાનો એક મોટો વિભાગ બની ગઈ છે.

એની વિચિત્રતાઓ, અસંભવિત ઘટનાઓ, હાસ્યજનક પરિણામો, અને આખીય રચનાની નિરર્થકતાની જબરદસ્ત મશ્કરીઓ પણ થઈ છે, અને માર્ક ટ્‌વેન, સ્ટીવન લીકૉક તથા વૂડહાઉસ સરખા હાસ્યરસના પ્રખર લેખકોએ એ જાસૂસકથાની સખત ખબર લઈ નાખી છે.

છતાં એવી કથાઓ લોકપ્રિય તો થાય છે જ. એવા ભેદ માટેનું સ્વાભાવિક માનવ કુતૂહલ, અને એવા જ ભેદભર્યાં છતાં શાસ્ત્રીય રીતે સરલ બની જતા અણધાર્યાં ભેદઉકેલનું અદ્દભુત તત્ત્વ, એ બે કારણો અદ્દભુતરસની વાર્તાઓને સર્વદા જીવન્ત રાખે એમ છે.

વળી ગુનાઓની શોધ માટે વપરાતી સામાન્ય બંદોબસ્ત ઢબ અતિશય જર્જરિત બની ગઈ છે, અને માનસશાસ્ત્રની સહાયથી એ ઢબમાં થતા અગર થવા જોઈતા સુધારાઓની રૂપરેખાઓનાં કલ્પનામય સ્વરૂપો ઘડતા કલાકારો - Penology - ગુનાશસ્ત્ર - માં થવાના ફેરફારોની આગાહી આપતા હોય એવો પણ એ રચનામાં સંભવ રહ્યો છે. એકંદર જોતાં

અદ્દભુત રસ સંતોષવા માટે આ શાસ્ત્રીય જમાનામાં જાસૂસકથા બહુ ફળીભૂત થઈ છે.

ગુજરાતી ભાષામાં પણ જાસૂસકથાઓ લખાઈ છે અને લખાય છે. શેરલૉક હોમ્સને લગતી કથાઓનાં ભાષાન્તર પણ થયાં છે, અને આવી ઢબનાં લખાણમાં શ્રીયુત ધનસુખલાલ મહેતા જેવા ઉચ્ચ કોટિના લેખકે શરૂઆત કરી સારી નામના મેળવી છે. છતાં હજી આપણી જાસૂસકથાઓ પશ્ચિમના પડઘા સરખી લાગે છે એનું કારણ આપણા પરાધીન - સાહસરહિત - જીવનને આભારી હોય ખરું. એ જીવનમાં જાગૃતિ આવતી જાય છે, અને સંભવ છે કે આપણા જીવનને અનુરૂપ સ્વતંત્ર રચનાઓ રચવાનો સમય હવે બહુ દૂર નથી.

એનો અર્થ એવો નથી કે આ ‘બંસરી’ દ્વારા હું એવી શરૂઆત કરું છું. પાંચેક વર્ષ ઉપર ‘સયાજીવિજય’ પત્રના અધિપતિ રાજરત્ન માણેકલાલે એકાદ જાસૂસ–વાર્તા તેમના અઠવાડિક પત્રમાં લખવા માટે કહ્યું, અને મેં એ વાર્તા દર અઠવાડિયે લખી પૂરી કરી. એ વાર્તામાં કશું વિશિષ્ટ તત્ત્વ નથી. સામાન્યતઃ વાચકોની જિજ્ઞાસા જાગૃત રહે એવી ભેદી રચના રચવા ઝડપભર્યો પ્રયત્ન એમાં કર્યો છે. તે સફળ હશે કે કેમ તે વાચકો કહી શકે. ‘બંસરી’ એ કોઈપણ વાર્તાનો તરજુમો કે અનુવાદ નથી. અંધકારરમાં જ્યોતીન્દ્ર ધબકતાં હૃદયોને પરખી તે સામે પિસ્તોલ મારવાનો ભય બતાવે છે એને મળતો એક પ્રસંગ એક ટૂંકી અંગ્રેજી જાસૂસકથામાં વાંચ્યાનું યાદ આવે છે. જોકે તે કથાનું નામ તેમ જ લેખકનું નામ હું વીસરી ગયો છું.

આ વાર્તાને શ્રી આર. આર. શેઠ પ્રગટ કરે છે તે માટે હું તેમનો આભારી છું. વાચકો અને સાહિત્ય એમનાં આભારી થશે કે કેમ તે હું કેમ કહી શકું?

ગુલાબદાસ વકીલની વાડી,
નવસારી : ૧૫ ડિસેમ્બર ૧૯૩૨
રમણલાલ વ. દેસાઈ
 


બીજી આવૃત્તિની પ્રસ્તાવના

ત્રણ વર્ષમાં ‘બંસરી’ની બીજી આવૃત્તિ બહાર પડે એમાં મારા પ્રકાશક આર. આર. શેઠની કંપનીના સાહસનો તેમ જ ગૂર્જર જનતાનો મારે માત્ર આભાર માનવાનો જ રહે છે.

એક જાહેર વાર્તાલાપમાં મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જાસૂસકથાનું સ્થાન વાર્તાસાહિત્યમાં ઊંચું ગણાય કે નીચું ? અલબત્ત, જાસૂસકથાઓને શિષ્ટસાહિત્ય - Classics - માં સ્થાન મેળવતાં બહુ મુશ્કેલી પડે છે, અને વિદ્યાપીઠોના અભ્યાસક્રમમાંથી તો એ પ્રકારનું સાહિત્ય લગભગ બહિષ્કૃત રહે છે. છતાં એટલા જ કારણે સાહિત્યનો કોઈપણ પ્રકાર ચઢતો ઊતરતો ગણી શકાય નહિ. જાસૂસકથામાં મનોરંજન કરવાની શક્તિ હોવા ઉપરાંત પાત્રાલેખનને પણ અવકાશ રહે છે. અને જોકે પ્રસંગપરંપરાનું એમાં પ્રાધાન્ય હોય છે, છતાં એ પાત્રપ્રધાન નવલકથા કરતાં અવશ્ય ઊતરે એમ માનવામાં કારણ મને જડતું નથી. જાસૂસકથામાં પણ ઉચ્ચ કલાતત્ત્વ આવી શકે છે અને પાત્રાલેખન તેમ જ પ્રસંગની કલામય ગૂંથણી બીજા કોઈપણ વાર્તાપ્રકારના સરખી જ સરસ ગૂંથી શકાય છે. એટલે જાસૂસકથાને ઊતરતો ક્રમ આપવાની જરૂર નથી. આવી મતલબનો મેં જવાબ આપ્યો હતો; અને હજી પણ એ માન્યતા હું ધરાવું છું.

જાસૂસકથાઓને હલકી ગણી કાઢવાથી ઘણા સારા લેખકો એ કથાપ્રકાર તરફ ઉદાસીનતા સેવે છે. પણ તેમ કરવાની જરૂર મને લાગતી નથી. નવલકથાના લેખકો એ બાજુ નજર નાખે તો તેમાં હરકત નથી.

પરંતુ અહીં ચર્ચા શક્ય નથી. ઊતરતી ચઢતી જેમ કહેવાય તેમ ખરું; વાચકોની અમુક અભિરુચિને તે પોષી શકે છે એમાં તો બે મત છે જ નહિ. શિષ્ટ લેખકો એને પણ સ્પર્શે તો જાસૂસકથા પણ ઉન્નત થાય.

મારો દાવો શિષ્ટતાનો કે જાસૂસકથાની ઉન્નતિ કરવાનો છે એમ આ ઉપરથી કોઈ ન માને એમ વિનંતિ છે. બીજી આવૃત્તિ વખતે હું તો માત્ર એટલું જ કહી શકું કે વાચકોને આ ઢબની વાર્તાઓ તરફ પણ અભિરુચિ હોય છે.

૩ ફેબ્રુઆરી, ૧૯૩૬
રમણલાલ વ. દેસાઈ
 


સાતમી આવૃત્તિની પ્રસ્તાવના

મુ. ભાઈસાહેબની ‘બંસરી’ નવલકથા નવી આવૃત્તિ પામે છે એથી આનંદ થાય છે. રહસ્યમય ડિટેક્ટિવ નવલકથા લખવાનો એમનો આ અખતરો હતો. એમના વિવિધ પ્રયોગો રસમય રીતે વંચાય છે એ સંતોષ આપે છે. પ્રકાશકોનો આભાર.

જયકુટીર, ટાઈકલવાડી
મુંબઈ - ૧૬ , તા. ૨૦-૮-૭૦
અક્ષયકુમાર ર. દેસાઈ
 

અનુક્રમ

સુરેશ
મિત્રનો બંદીવાન
ખૂનની વધુ વિગત ૧૧
ખૂનની કબૂલાત ૧૭
મારું ઘર ૨૩
મારો વ્યાપાર ૨૯
પત્ર ૩૪
મિત્રોની વચમાં ૪૦
અણધાર્યો અકસ્માત ૪૬
પોલીસના કબજામાં ૫૨
સ્વપ્ન સુંદરી ૫૮
ભેદી મકાન ૫૧
મોતની ક્ષણ ૬૯
મારો રક્ષક ૭૫
અંધારામાં અજાયબી ૮૦
જ્યોતીન્દ્રની છેલ્લી ક્ષણ ૮૫
કોનું ઘર? ૯૧

માનસિક ઘેલછા ૯૭
આપઘાત ૧૦૨
એ અહીં ક્યાંથી? ૧૦૮
કેસના ખબર ૧૧૩
મુકદમાની વિગતો ૧૧૯
મુકદમાની વધુ વિગતો ૧૨૩
વકીલોની તકરાર ૧૨૮
છેલ્લી ઘડીએ મહત્ત્વની સાક્ષી ૧૩૨
મારો બચાવ ૧૩૭
જ્યોતીન્દ્રની નોંધ ૧૪૩
જ્યોતીન્દ્રની નોંધ ૧૪૮
જ્યોતીન્દ્રની નોંધ ૧૫૩
જ્યોતીન્દ્રની નોંધ ૧૫૮
જ્યોતીન્દ્રની નોંધ ૧૬૩
જ્યોતીન્દ્રની નોંધ ૧૬૮
પહેલી રાત ૧૭૪


મુદ્રણો


પ્રથમ : એપ્રિલ ૧૯૩૩
દ્વીતીય : એપ્રિલ ૧૯૩૫
તૃતીય : ઑગષ્ટ ૧૯૫૧
ચતુર્થ : નવેમ્બર ૧૯૫૪


પાંચમી : જુલાઈ ૧૯૫૯
છઠ્ઠી : ઑક્ટોબર ૧૯૬૯૪
સાતમી : ઑગષ્ટ ૧૯૭૦
આઠમી : ઑગસ્ટ ૧૯૮૨

૯મું પુનર્મુદ્રણ શતાબ્દી વર્ષ મે, ૧૯૯૨
પ્રત : ૨૨૫૦