નીકે તેરે નૈનાં અતિ સુખ દૈના

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નીકે તેરે નૈનાં અતિ સુખ દૈના
દેવાનંદ સ્વામીનીકે તેરે નૈનાં અતિ સુખ દૈના... ꠶ટેક

ચંચલ ચપલ માનું, ચિતવની ચિત્તહર,
લાજત ખંજન નૈના... નીકે꠶ ૧

રાતી રાતી રેખું તામેં, મદન ભરેલી માતી,
અંતરમેં ઉપજત ચૈના... નીકે꠶ ૨

દેવાનંદ કહે તેરી, સાંવરી સૂરત દેખી,
મીઠે મુખ અમૃત બૈનાં... નીકે꠶ ૩