નીતિતુંબી ભવસિંધુને તરાવે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
નીતિતુંબી ભવસિંધુને તરાવે

તુફાની તુરંગમાંથી,
વાયુ ભયંકરમાંથી,
ધારવાળા ખડકમાંથી,
ક્ષેમ તીરે લાવે લાવે. તે તરાવે

વીંટળાઇ વળી લાલચો ચોપાસે;
નથી ધૈર્ય અને સત્યનુંબળ પાસે;
અરે, રહેવું બંધાઇ જમપાશે;
પ્રભુ, પ્રેર તું ઉપાય, લાગુ પાય, હે જગરાય
તું સમરાય, સુખડું થાય, મનની લાય,
બહુ બહુ હાય, સહુ સમાય,
સંકટો ના'વે ના'વે. તે તરાવે