લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/આભનાં કુંકુમ

વિકિસ્રોતમાંથી
← આત્મદેવ ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
આભનાં કુંકુમ
ન્હાનાલાલ કવિ
આભને આરે ચાંદલો →


આભનાં કુંકુમ

અહો ! આજ કુંકુમ ઢોળાયેલ આભમાં.
ઉગ્યાં સૃષ્ટિનાં સૌભાગ્ય!
રૂડા સૂર્યના સોહાગ!
આજ કુંકુમ ઢોળાયેલ આભમાં.

અહો! આજ પૂર્વની અલકો ઉડે વિશ્વમાં
થાય જગત ઝળક ઝળક,
જાણે બ્રહ્મછાંટી ભળક!
આજ કુંકુમ ઢોળાયેલ આભમાં.

અહો ! આજ તેજના ફુવારા ફૂટે ફાગના;
ઉડે શેડ એ અનન્ત,
વન્દે ને મહન્ત:
આજ કુંકુમ ઢોળાયેલ આભમાં