લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/ભમ્મરને ટોડલે

વિકિસ્રોતમાંથી
← બ્રહ્મવીંઝણો ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
ભમ્મરને ટોડલે
ન્હાનાલાલ કવિ
ભૂલકણી →



ભમ્મરને ટોડલે

તારલા રે ! આવ મ્હારે અંબોડલે.
મ્હારે અંબોડલે,
કંઈ હાસ થોડે-થોડલે :
તારલા રે ! આવ મ્હારે અંબોડલે.

આજ મ્હેં તો અલક અલક મોતીડાં પરોવિયાં :
મુખડાનાં ઝલક ઝલક જ્યોતિઓ ઝકોરિયા ;
નેણતખ્તે સ્નેહરાજ સ્વામીને પધરાવિયા :

એકલો મા આવતો,
તું આવજે સજોડલે :
સાળુ છાવું ના ગમે
રમ ભમ્મરને ટોડલે
તારલા રે ! આવ મ્હારે અંબોડલે.