ન્હાના ન્હાના રાસ/મોરલો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← મોગરાની વેલ ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
મોરલો
ન્હાનાલાલ કવિ
અલી કોયલડી →


  
પુરનો મોરલો, હો રાજ !
પુરમાં થનગન થનગન નાચે
પુરનો મોરલો, હો રાજ !
પુરનો મોરલો, હો રાજ !

સુખની શેરીઓ, હો રાજ !
આંગણ થનગન થનગન નાચે
સુખ નો મોરલો, હો રાજ !
પુરનો મોરલો, હો રાજ !

ફૂલની વાડીઓ, હો રાજ !
ફૂલડે થનગન થનગન નાચે
ફૂલનો મોરલો હો રાજ !
પુરનો મોરલો, હો રાજ !

રસનાં સરોવરો, હો રાજ !
રસભર થનગન થનગન નાચે
રસ નો મોરલો, હો રાજ !
પુરનો મોરલો, હો રાજ !
-૦-