પછે નહિ મળે રે તુંને પછે નહિ મળે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પછે નહિ મળે રે તુંને પછે નહિ મળે
દેવાનંદ સ્વામી


પછે નહિ મળે રે તુંને પછે નહિ મળે,
કાંઈક લે લે લે લેને લ્હાવ પછે નહિ મળે... ꠶ટેક

મોતી સરખો કણ (લઈ) મૂરખ ઘંટીમાં દળે,
બાવળિયાનું બીજ બોઈ આંબો કેમ ફળે... ૧

કસ્તૂરી ને કેવડો લઈ, તેલમાં તળે,
મનુષ્ય દેહ દુર્લભ પામી વિષયમાં મળે... ૨

ખેલ એકલા ખેલતાં અંતે જોજે જે મળે,
એકડા વિનાનાં મીંડાં તેમાં તારું નહિ વળે... ૩

અનેક જન્મના તે પાપ સત્સંગે બળે,
દેવાનંદ કહે ગદ્ધો કુત્તો થાવું તે ટળે... ૪