પાયાની કેળવણી/૩૯. તાલીમી સંઘના સભ્યો જોડે વાર્તાલાપ

વિકિસ્રોતમાંથી
← ૪૦. નવી વિદ્યાપીઠો પાયાની કેળવણી
૪૧. તાલીમી સંઘના સભ્યો જોડે વાર્તાલાપ
મોહનદાસ કરમચંદ ગાંધી
સૂચિ →


૪૧
તાલીમી સંઘના સભ્યો જોડે વાર્તાલાપ

[હુંદુસ્તની તાલીમી સંઘની સભામાં ગાંધીજીએ બે દિવસ - ૨૨ ને ૨૩મી એપ્રિલ, ૧૯૪૭, બે બે કલાકનો સમય આપ્યો.જે સાવાલ જવાબ થયા તેનો હેવાલ શ્રી દેવપ્રકાશે આપેલો તે નીચે આપ્યો છે. –સં૦]

બજેટ

ઝાકિર સાહેબ : સવારની સભામાં પ્રાંતોની સ્થિતિ જણાવવામાં આવી, બજેટ પાસ થયું અને સરકાર પાસે કેટલી રકમ લેવી તેની ચર્ચા થઈ.

ગાંધીજી : સરકાર તો આપણે માગીએ તેટલી રકમ આપશે. પણ આપણે સરકારની મદદ પર ઊભા રહેવાની કોશિશ કરીશું તો આપણું કામ મરી જશે.

ઝાકિર સાહેબ : નહીં, એ તો ફક્ત વિદ્યાર્થીઓની ફીની વાત હતી. કેટલા વિદ્યાર્થી લેવા એ સવાલ હતો. વધારે વિદ્યાર્થીઓ લેવાથી ખરચતો નીકળી જાય, પણ ઘણા વધારે લેવાથી કામ બગડે.

ગાંધીજી : એ તો ઉઘાડી વાત છે. જેટલા વિદ્યાર્થીઓ લેવા માગતા હો તેટલા જ લેવા જોઈએ, વધારે નહીં. બજેટ વિષે મારે ઘણું કહેવાનું છે. તેને માટે આશાદેવી અને આર્યનાકમ્ મારી સાથે બેસે અને જે ફેરફાર કરી શકાય તે કરે. ત્રન વરસ પછી મારી પાસે કે બીજા પાસે કશું લેવાનું ન હોય. એમ નહીં કરો તો નવી તાલીમ ચાલવાની નથી. તમે તેને સ્વાવલંબી બનાવવા માગતા હો તો એ રીતે બજેટ બનાવો. ત્રણ વરસ પછી એમાં સફળ ન થઈ શકો તો દેશની આગળ તમારે તમારી હાર કબૂલ કરવી જોઈએ. આપણે મેળવેલી આબરૂને ધક્કો પહોંચશે એવા ડરથી ચૂપ રહેવું ન જોઈએ. સાચી આબરૂ તો સફળતામાં રહેલી છે.

ચાદર જોઈને સોડ તાણો

ઝાકિર સાહેબ : મદ્રાસમામ્ તાલીમી સંઘ તરફથી એક શાળા ચલાવવાની એ પ્રાંત તરફથી માગાણી આવી છે. સરકાર ખર્ચ આપવા તૈયાર છે; કેળવણી ખાતાના પ્રધાનના હથ નીચે રહીને નવી તાલીમનું કામ ચલાવવાની જવાબદારી સોંપવા માટે તેમણે રામચંદ્રમની પણ માગણી કરી છે.

ગાંધીજી : રામચંદ્રમ્ આવ્યા તો નથી ને ? આ બાબતમાં મારે તેમની સાથે વાત કરવી જોઈશે. શાળાની બાબતમાં તો આપણામાં શક્તિ હોય તો જ એ કામ આપણે હાથમાં લેવું જોઈએ, નહીં તો આપણે તેમને (સરકારને) પણ ફસાવીશું. આજે આપણા હાથમાં સત્તા આવી છે. કરોડો રૂપિયા આપણા હાથમાં આવ્યાં છે. એ પૈસા આપણે ઇચ્છીએ તે રીતે ખરચી શકીએ છીએ. એ બાબતમાં આપણું પોતાનું અંતર પૂછનાર ન હોય તો કદાચ બીજું કોઈ પૂછનારું નહીં હોય. એક બે વરસ એમ ચાલશે. પછી જો સંગીન કામનહીં થાય તો એ વધારે વખત નભી નહીં શકે. એટલે મારી સલાહ છે કે, શક્તિ હોય તો જ આ કામ હાથ ધરજો. આપણી એટલી તૈયારી ન હોય તો કહેવું જોઈએ કે, અમે કેન્દ્રમાં શીખવી શકીશું. પ્રાંતો સુધી નહીં પહોંચી શકીએ; જોઈએ તો સેવાગ્રામમાં અમારું કામ ચાલે છે તે આવીને જોઈ જાઓ. ત્રણ પ્રકારની કેળવણી

આપણી કેળવણી ત્રણ પ્રકારની છે. એનાથી બુદ્ધિ , શરીર ને આત્મા ત્રણેનો વિકાસ થાય છે. બીજી કેળવણીથી કેવળા બુદ્ધિ વધે છે. તેમાં પણ મારો દાવો છે કે, નવી તાલીમમાં બુદ્ધિ શુદ્ધ થાય છે અને તેનો વિકાસ થાય છે; આત્માને પણ ખોરાક મળે છે. ધાર્મિકા શિક્ષણ નહીં હોય તેથી શું ? આત્માને ધાર્મિકા શિક્ષણ સાથે અને તે પણ પુસ્તકિયા શિક્ષણ સાથે જોડાવાની જરૂર નથી. આપણે બધા ધર્મોના સારા સારા શિદ્ધાંતો જીવન મારફતે બાળકોને શીખવીશું. કાંતવાનું અને ઝાડુ વાળવાનું શીખવવાથી જ નવી તાલીમનું ધ્યેય સિદ્ધ નથી થઈ જતું. કાંતવાનું ને ઝાડુ કાઢવાનું શીખવવાનું તો છે જ; ફણા એટલું જ પૂરતું નથી. ઝાડુ વળવામાં આત્મા ઉન્નત ના થાય તો તે છોડી દેવું જોઈએ. હું હમણાં બીજાં કામોમાં પડ્યો છું પણ નવી તાલીમને કડી ભૂલતો નથી.

નવી તાલીમમાં ખાદીનું સ્થાન

રેંટિયાની વાત નવી તાલીમની પહેલાંની છે. જ્યારે 1908માં દક્ષિણા આફ્રિકામાં મેં એની વાત છેડી ત્યારે એને વિષે હું કમી જ જાણતો ન હતો. એનું જ્ઞાના પાછળથી મળ્યું. પછી આવ્યો કાનૂના ભંગા અને અલીભાઈઓનો જમાનો. તેમાં પણ રેંટિયાને મહત્ત્વનું સ્થાના હતું. મારી નજરા આગળા ખાડીનું જે ચિત્ર છે તે મેં ગઈ કાલે પ્રાર્થનામાં વરણાવ્યું હતું. મિલના બધાયે કાપડનું સ્થાન લઈ શકે તે ખાદી : નવી તાલીમમાં ખાદીજ રાખો એમાં હું નથી કહેતો. ફણા ગરીબોની ઉન્નતિ કરી શકે એવી બીજી કઈ ચીજ છે? એવી વસ્તુ મને બતાવો તો હું મારી ભૂલ કબૂલા કરી લઈશ. વિનોબા, ક્રુષ્ણદાસ તથા નારાયણદાસને મેં પૂછ્યું હતું, પણ મારી પાસે તો એક સાદો હિસાબ છે. સૌ હિંદીઓ એક કલાક કાંતે તો સૌને જરૂરી કાપડ પૂરું પડે. જરૂરી કાપડ માટે દરેકને છ કલાક કાંતવું પડે તો તો ખાદી મરી જ જાય.

કેમ કે, લોકોને બીજાં કામ પણ હોય છે – અનાજ પકવાનું છે, બૌદ્ધિકા કામ કરવાનું છે. અને નવી તાલીમમાં ક્યારેય ગધ્ધાવૈતરું કરવું પડે તો એ નકામી થઈ જશે. કાંતવામાં એક કલાક પણ જાય તો તેથી આત્માની ઉન્નતિ થાય છે, થવી જોઈએ.

પાયાની કેળવણી પછીની કેળવણી

સાઇયદેન સાહેબે કહ્યું કે, પાયાની કેળવણી પછીની કેળવણીમાં તો મિલના સંચાનું કામ શેખવવું જ જોઈએ. હું એવું નથી માણતો. મારી દ્રષ્ટિએ પાયાની કેળવણીનો પાયો ખાદી પર છે તે યોગ્ય હોય તો પછીની કેળવણીમાં પણ એ જ પાયો રહેવો જોઈએ. ગઈ કાલે દેવપ્રકાશે ઝાડુ ને તકલી વિષે લખેલો એક લેખ મને બતાવ્યો. તેમણે નવી તાલીમનું કંઈક કામ કર્યું છે. એ લેખમાં જણાવ્યું છે એ બધું કહરું હોય તો તેમાં ઘણી બાબતો આવી જાય છે. તેમાં ઊંચા દરજ્જાનું ઈજનેરી જ્ઞાન પણ આવે છે. પણ આપણે એ બધું હજામ કર્યું હોય તો જ તેનું શિક્ષણ આપી શકીએ. આપણે આ બાબતોનું શાસ્ત્ર નથી બતાવ્યું. અંગ્રેજોની મિલોનો પાયો આપણી તકલીને સાળ પર મંડાયેલો છે. તેમણે મિલ આપણું શોષણ કરવાને બનાવી. આપણે એવું કરવા માગતા નથી, એટલે આપણે મિલોની જરૂર નથી. આપણે તકલી ને સાળનું જ શાસ્ત્ર રચવું જોઈએ. હિંદુસ્તાન યુરોપને રસ્તે જશે તો હિંદુસ્તાનનો નાશ થવાનો છે, દુનિયાનો નાશ થવાનો છે. હા, જો તમારો વિચાર પાકો થઈ ગયો હોય તો પછી મિલોની જ વાત કરો.

ઝાકિર સાહેબ : આપણી શાળાઓમાં ભણીને છોકરાઓ મિલોમાં નોકરી શોધે છે !

ગાંધીજી : મારી શાળામાં ભણનારા છોકરા મિલ તરફ નજર નહીં કરે. મિલ કાપડ ખાદીની જોડાજોડ ન વેકાવું જોઈએ. મિલો પોતાનું કાપડ હિંદુસ્તાન બહાર મોકલી શકે. લેંકેશાયરનું કાપડ લેંકેશાયરમાં નહીં મળે, બધું બહાર ચાલ્યું જાય છે. પણ આપણી મિલોનું કાપડ બહારના બજારમાં પણ કડાક લાંબો સમયા નહીં વેચી શકાય.

તમે કહો છો કે, ચારે તરફ મિલનું જ વાતાવરણ છે, આપણાં પ્રધાનો પણ મિલો જ ખોલવા ઈચ્છે છે, એ સ્થિતિમાં અમે શું કરીએ? તમારી વાત સાચી છ. પણ આપણે આપણાં ધ્યેયને માટે કામ કરતાં કરતાં મરીશું. ખાદી વિષે આપણે સાચી શ્રદ્ધા હોય તો આપણે એ ચલાવવી જોઈએ ને પ્રધાનોને બતાવી આપવું જોઈએકે, આપણે કરીએ છીએ તે બરાબર છે ને એ પ્રમાણે કરતાં રહીશું. આપણે હારવાના નથી. તાલીમી સંઘ કાઢ્યો કોંગ્રેસે, પણ તેણે તેમાં રસ નથી લીધો. ચરખા સંઘ પણ કોંગ્રેસે કાઢ્યો, ફણા તેને તેણે અપનાવ્યો નથી. આજે આ સંસ્થાઓની કોઈ દરકાર કરે છે ? કોંગ્રેસવાળાઓ પાસે જ્યારે ઓછા પૈસા હતા, થોડો અનુભવ હતો, ત્યારે તેમણે રચનાત્મક કારી તરફ કંઈક ધ્યાન આપ્યું, કંઈક કામ પણ કર્યું. હવે હાથમાં સત્તા આવી છે. પણ એ પચી નથી. આસ્તે આસ્તે પચશે.

તાલીમી સંઘનો રાજ્ય સાથેનો સંબંધ

ઝાકિર સાહેબ : આપણે બહુ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાનો છે . નવી તાલીમની શાળા ચલાવવી એ એકા નવી વ્યવસ્થા ઊભી કરવા બરાબર છે. અને બધી સત્તા તો પ્રધાનોના હાથમાં છે, જેઓ આપણી સાથે પૂરેપૂરા એકમત નથી.

ગાંધીજી : મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાનો છે એમાં કંઇ શક નથી. નાગરિકો આમસ્તા થોડા જ ઘડાવાના છે ! ઝાકિર સાહેબ : કાં તો આપ તાલીમી સંઘના કામને સરકાર સાથે જોડી આપો, નહીં તો આપણે આપણો જુદો રસ્તો શોધી લેવો પડશે. ગાંધીજી : હું કબૂલ કરું છું કે, આજે પહેલાંના જેટલી મારી શક્તિ નથી. એમાં સરકારનો દોષ નથી. તેમની પાસે સરકારનું તૈયાર તંત્ર આવ્યું છે. એ તેમણે ચલાવવાનું છે. હું પ્રધાન હોત તો હું પણ કદાચ એમ જ કરત. જોકે જવાહરલાલ વગેરે સાથે હું આ સંબંધમાં વાત કરું છું. કેળવણીનું કાં સમજાવવાનું જ છે ને ? ભગવાનને પ્રાર્થના કરું છું કે , કાં તો તે મને ઉઠાવી લે અથવા મારી વાણીમાં એટલું બળ મૂકે કે જેથી હું લોકોને ને તેમના પ્રતિનિધિઓને સમજાવી શકું. નવી તાલીમમાં તમામ શક્તિ ભરેલી છે, તમે એમ ન માનતા હો તો એને ફેંકી દો. કેટલાક લોકો મને કહે છે કે, હવે તમારું કામ પૂરું થયું. આજ સુધી અહિંસાથી કામ ચાલ્યું. હવે તમે ખસી જાઓ. અમે તમારું સાંભળવાના નથી.

ઝાકિર હુસેન : પરમતું બાપુજી, કોંગ્રેસે સરકારને કહેવું તો જોઈએ. કોંગ્રેસે પોતાની કેળવણી વિષેની નીતિ શી છે તે પ્રધાનોને કહયું જ નથી. અહીં આવતાં પહેલાં હું મૌલાના સાહેબને મળ્યો હતો. તેમણે સહાનુભૂતિ બતાવીને તાલીમી સમઘા વાળાઓને પોતાને મળવા જણાવ્યું. હવે તાલીમી સંઘે તેમને મળવાનું ઠરાવ્યું છે.

ગાંધીજી : તેમણે તમને પહેલેથી જ બોલાવવા જોઈતા હતા. સારજન્ટ સાહેબ ભલે કામ કરે, ફણા તેમણે તમારી સલાહ પ્રમાણે કામ કરવું જોઈએ. હું તો મૌલાના સાહેબને કહેતો આવ્યો છું કે ઝાકિર હુસેન સાહેબને બોલાવો. આ બધું સમજીને કામ કરો.

ઝાકિર સાહેબ : થોડાક પ્રયત્નથી કામ થઈ શકે એમ છે. આપણે પ્રયત્ન જ નથી કર્યો.

ગાંધીજી : આહે કોંગ્રેસનું તંત્ર તૂટતું જાય છે. સૌને એ દેખાતું નથી, પણ મને તો દેખાય છે.

ધાર્મિક શિક્ષણ

ઝાકિર સાહેબ : હું માનું છું કે, ધાર્મિક શિક્ષણને માટે શાળાઓમાં સગવડ કરી આપવી જોઈએ અને વખત આપવો જોઈએ. એ રીતે ધાર્મિક શિક્ષણ આપવામાં આવે તો જેઓ ધર્મ સમજે છે એવા લોકો શિક્ષણ આપી શકશે. પણ સરકાર આથી વધારે જવાબદારી માથે લેશે તો તેથી ગેરસમજ ને ઝઘડો વધશે. ધારો કે મૌલાના સાહેબા ધાર્મિક શિક્ષણ માટેનો અભ્યાસક્રમ તૈયાર કરે, પણ લોકો તેને માન્ય રાખશે ખરા?

ગાંધીજી : મૌલાના સાહેબ સાથે વાત કરો. હું નથી માણતો કે, સરકારે ધાર્મિકા શિક્ષણ આપવું જોઈએ. માની લઈએ કે કેટલાક મુસલમાનો ખોટી રીતે ધાર્મિકા શિક્ષણ આપવા માગે છે, પણ તેમણે રોકશો કેવી રીતે ? એવા પ્રયત્ન કરશો તો પરિણામ ખરાબ આવશે. જેઓ પોતાના તરફથી ધાર્મિક શિક્ષણ મફત આપવા માગે તેઓ ભલે આપે. આપણે તો સૌ ધર્મોના મુખ્ય મુખ્ય સિદ્ધાંતો પ્રમાણે નીતિનું શિક્ષણ આપીએ.

પ્રમાણ પત્ર

આર્યનાયકમ્ : એક બીજો સવાલ છે. જે વિદ્યાર્થીઓનો સાત વરસનો અભ્યાસક્રમ પૂરો થયો છે. તેમણે પ્રમાણપત્ર આપવાનાં છે. એ પ્રમાણપત્ર કઈ દ્રષ્ટિએ આપવું ને તેનું નામ શું રાખવું?

ગાંધીજી : પ્રમાણ પત્ર હિંદુસ્તાનીમાં બંને લિપિઓમાં સૌ સમજી શકે એવું હોવું જોઈએ. આપણે કહીએ કે આપનો વિદ્યાર્થી મેટ્રિકના ધોરણ કરતાં વધારે જાણે છે, તો તે આપણે બતાવવું જોઈએ. નામ ને કામનો મેળ હોવો જોઈએ. નામ મોટું આપો ને તે પ્રમાણે કામ ન હોય તો શોભશે નહીં.

ઝાકિર સાહેબ : વિદ્યાર્થી પાયાની કેળવણી પૂરી કરી છે. એટલું જણાવી તો ?

ગાંધીજી : એને માટે, જેમ હિન્દી સમ્મેલને પોતાની અપરીક્ષાઓને માટે નામ રાખ્યાં છે, તેમ નામ હોવંછ જોઈએ.

સહશિક્ષણ

અવિનાશલિંગમ્ : તાલીમી સંઘની નીતિ સહશિક્ષણની છે અમે દક્ષિણમાં આ રિવાજ દાખલ કરવા માગતા નથી.

ગાંધીજી : તો તમે એમ પણ કહી શકો કે, અમે નવી તાલીમનો અમુક ભાગ જ લઈશું; સંપૂર્ણ નવી તાલીમ મદ્રાસને અનુકૂળ નથી. જો તમે શાળામાં સહશિક્ષણ રાખશો ને અધ્યાપન મંદિરોમાં નહીં રાખો, તો વિદ્યાર્થીઓ સમજાશે કે દાળમાં કંઈક કાળું છે. અવિનાશલિંગમ : જે ઉંમરે વિદ્યાર્થીઈ પોતાનું સંપૂર્ણ મન પારખી શકે તે ઉંમરે પહોંચ્યા પછી છોકરા છોકરીઓ સાથે ભણે તેમાં કંઈ નુકશાન નથી. પણ અધ્યાપન મંદિરોમાં ૧૫-૧૬ વરસની છોકરીઓ આવે છે, તેમને અલગ ભણાવવી સારી.

ઝાકિર સાહેબ : અધ્યાપન મંદિરોમાં સહશિક્ષણ રાખવાનું ફરજીયાત નથી.

ગાંધીજી : તમારી (અવિનાશલિંગમ્‌ની) દલીલોની મારા વિચારો પર કશી અસર નથી થતી. મારાં બાળકો ખરાબ હશે તોપણ હું તેમણે જોખમમાં પાડવા દઈશ. એક દિવસા આપણે આ કામવૃતિ છોડાવી પડશે. હિંદુસ્તાન માટે આપણે પાશ્ચિમના દાખલા ન શોધવા જોઈએ. અધ્યાપન મંદિરોમાં શિક્ષકો લાયકા ને પવિત્ર હશે, નવી તાલીમની ભાવના તેમનામાં ભરેલી હશે, તો કશું જોખમ નથી. દુર્ભાગ્યે થોડા દાખલા એવા બની જાય તોયે ચિંતા નહીં. એવા બનાવો દરેક જગ્યાએ બનવાના.

ઝાકિર સાહેબ : મદ્રાસનો અમને અનુભવ નથી. ત્યાં વાતાવરણ ઠીક ના હોય તો તેની રાહ જુઓ. ત્યાં સુધી ત્યાંની છોકરીઓને સેવાગ્રામ મોકલો.

પાયાની કેળવણીનું સાહિત્ય

અવિનાશલિંગમ્ : એક બીજે મુશ્કેલી છે. પાયાની કેળવણીનું સાહિત્ય નથી. એક જગ્યાએ પણ એવું સાહિત્ય તૈયાર થાય તો તેના પરથી અમે અમારા પ્રાન્તની જરૂર પ્રમાણે તૈયારી કરી લઈએ. તાલીમી સંઘે આ કામ કરવું જોઈએ. એ સસ્તા બ્લોક બનાવરાવી શકે, બધાં ચિત્રો તૈયાર કરાવી શકે, વગેરે.

આર્યનાયકમ્ : ગયે વખતે અધ્યાપન મંદિરોમાં સાહિત્ય તૈયાર કરી શકજે એવા દસ જણ હતા. એમાંથી બે જણ મદ્રાસમાં છે. તેમણે અમે આપી દઈએ.

અવિનાશલિંગમ્ : મારી સૂચના છે કે પુસ્તકો સુંદર રીતે છપાવવાં જોઈએ.

ગાંધીજી : પાયાની કેળવણીનો અર્થ હલકા પ્રકારનું કામ નથી.

અવિનાશલિંગમ્ : પુસ્તકો દેખાવ વગેરેમાં એવાં ના હોય કે બાળકો પોતાની મેળે તેમના તરફ આકર્ષાય.

લોકલ બોર્ડની શાળાઓ

ઝાકિર સાહેબ : સંયુક્ત પ્રાંતોનો હેવાલ વંચાયો. સૌને લાગ્યું કે, પાયાની કેળવણીની શાળાઓ લોકલ બોર્ડ પાસેથી લઈને સરકારે પોતે ચલાવવી જોઈએ. એક રીતે આવાં કામ કમિટીઓ કરે તે સારું છે. પણ ત્યાં કામ કેમ ચાલે છે તે તો તમે જાણો છો. હમણાં પણ કાર્યક્રમ તો સરકાર જ બનાવે છે, પણ તેનો અમલ લોકલ બોર્ડો કરે છે. તેઓ પૈસા ખાઈ જાય છે, શિક્ષકોને પગારા નથી મળતા, એટલે શાળાઓ સરકાર જ ચલાવે તે સારું.

ગાંધીજી : આહે તો અમને કાશી ખબરાં નથી. લોકલો બોરડો કેવું કામ ચલાવે છે તે જાઉં તો કંઈક કહી શકું કે, જો લોકલ બોર્ડો પોતાની શાળાઓ પોતાની રાજીખુશીથી સરકારને આપતી હોય ને સરકારને લાગે કે એ કામ કરી શકશે તો સરકાર તે લઈ લે.

ઝાકિર સાહેબ : પછી પાયાની કેળવણી પછીની કેળવણીનો અહેવાલ વંચાયો. એક મહિના પછી વિદ્યાર્થીઓએ પાંચ કલાક કામ કરીને આઠ આના રોજ કમાઈ શકે છે. હજી તો કામ ની શરૂઆત છે. તેનો ખરો અંદાજ થોડા વખત પછી જ કાઢી શકાય. ત્રીજી વાત સ્વાવલંબન વિષે થઈ. એ જાજૂજી કહેશે.

સ્વાવલંબન

જાજૂજી : પાયાની કેળવણીને સાત વરસ થઈ ગયાં. તેમાંથી પસાર થયેલા છોકરાઓ પોતાના પગ પર ઊભા રહી શકે કે, કેમ, એ આજે પણ શંકાસ્પદ છે. જુદા જુદા હસ્તઉદ્યોગોમાં જુદી જુદી કમાણી થાય છે. સુથારીમાં રોજ બેત્રણ રૂપિયા કમાઈ શકે છે. કાંતણમાં બહુ ઓછુ મળે છે. આજના જમાનામાં મિલનું કામ હાથે કરવામાં મિલના પ્રમાણમાં કમાણી ઘણી ઓછી થાય છે. ચરખા સંઘના દર મુજબ તો તેમણે ચ આના કે આઠ આના રોજ મળે. પણ આખા પ્રાંતમાં પાયાની શાળાઓ કાળવા માંડે, તો ચરખા સંઘ બધું સૂતર કહરીદી નહીં શકે. આજે પણ ઘણું સૂતર ચરખા સંઘથી ખરીદી શકાયું નથી અને બજારભાવે વેચતાં તો તેના ઘણા ઓછા પૈસા ઊપજે. થવું તો એમ જોઈએ કે શાળાઓનું બધું સૂતર સરકાર ખરીદી લે. આ સ્થિતિમાં કયો ઉદ્યોગ સ્વીકારવો જોઈએ?

ગાંધીજી : આપણે ખાદીનો રૂપિયા-આના-પાઈમાં હિસાબ કરીએ છીએ તે ભૂલી જવું જોઈએ. ખાડી આપણું મધ્યબિન્દુ છે, કારણ કે આપણ સૌને કાપડની જરૂર છે. અને મારી આગળા તો હિંદુસ્તાનનાં છ લાખ ગામડાનો પ્રશ્ન છે. આજે વણકારોને લાલચ આપીને વધારે ભાવ આપીને સૂતર વણવું પડે છે. દરેક માણસ કાંતતા શીખે એ બાબત પર મેં જેટલો ભાર મૂક્યો તેટલો દરેક માણસ વણતાં પણ શીખે એ બાબત પર ન મૂક્યો એ મારી ભૂલ હતી. પણલોકો પાસે જેટલો વખત ફાજલ રહેતો હોય તેના પ્રમાણમાં જ કાંતવા વણવામાં વકહત આપવો જોઈએ. એમાં બધો વખત ચાલ્યો જાય એમ હોય તો પછી મારે પછી વિચાર કરવો જોઈશે. નવી તાલીમનો શિક્ષકા પણ કારીગર હશે, કેવળ પગાર ખાનારો ભાડૂતી નહીં હોય. તેની પત્ની તથા બાળકોએ પણ તેના કામમાં સાથ આપવો જોઈશે. ત્યારે જ સાચો સહકાર પેદા થશે. આખા હિંદુસ્તાનમાં ગામેગામથી નવી તાલીમ ચાલી પડે તો એક મોટું કામ થશે.

નવી તાલીમમાં ખેતીનું સ્થાન

કેટાલાંક પૂછે છે કે, નવે તાલીમમાં ખેતીને મધ્યબિન્દુ રાખી શકાય ? ખેતીમાં હાથકળા શીખી ના શકાય, હાથની કેળવણી ન થાય. અને નવી તાલીમા કોઈએ એક ધંધો શીખવવા માટે નથી. એ તો હાથને કેળવીને માણસનો વિકાસ કરવાને માટે છે. તેનું ધ્યેય વિદ્યાર્થીઓના જીવનમાં રસ ઉત્પન્ન કરવાનું છે. નવી તામીમ અપૂર્ણ માણસોને સંપૂર્ણ બનાવે છે.

આથી હું ખેતીથી શરૂઆત નથી કરતો; પણ કેળવણીમાં આકહરે એ આવી જ જાય છે, તેના સિવાય ચાલતું નથી. ફળને શાકભાજીની ખેતીમાં તો બુદ્ધિને પણ સારી કેળવણી મળે છે. છોકરા છોકરીઓને માટે ઘઉં તો પકવવાના છે જ, તેમણે દૂધ પણ આપવાનું છે. આ બધું કામ જૂની પ્રણાલી પ્રમાણે નહીં થઈ શકે. તાલીમનું ક્ષેત્ર બહુ વિશાળ છે. તેણે આખા જીવનનો સવાલ ઉકેલવાનો છે. નવી તાલીમનો શિક્ષક ઊંચા દરજ્જાનો કારીગર હશે. ગામડાનાં છોકરાં સ્વાભાવિક રીતે ગામડાંમાં જ રહેશે અને શિક્ષક સાથે મળીને પોતાને આવશ્યકા બધી વસ્તુઓ પેદા કરી લેશે. આમ સૌને મફર કેળવણી મળશે.

આજે હિંદુસ્તાનની સ્થિતિ એવી છે કે, ગામડમમાં જે ફળ ને શાકભાજી થાય છે તે ગામડાના લોકો ખાતા નથી. ત્રાવણકોરનામ ગામડામાં નારિયેળ થાય છે, પણ ત્યાંના લોકો તે ખાઈ શકતા નથી. બધાં નારિયેળ એક ઠેકાણે ભેગાં કરીને શહેરમાં મોકલી દેવામાં આવે છે. નવી તાલીમની શાળાઓ ઊઘડશે ત્યાં પહેલાં ત્યાંના લોકો નારિયેળા ખાશે, પછી બહાર મોકલશે : ફળ પહેલાં ગામના લોકો ખાશે પછી બીજા ખાશે. આજે આપણે જેમાંથી વધારેમાં વધારે પૈસા મળે એવી કહતી કરીએ છીએ; જેમ કે તમાકુ, કપાસ, ગળી વગેરે. નવી તાલીમા મુજબ કેળવાયેલાઓ જીવનને માટે જરૂરી વસ્તુઓ પકવશે.

કોંગ્રેસની રચનાત્મક સમિતિ

ઝાકિર સાહેબ : અખિલ હિંદ કોંગ્રેસ તરફથી એક રચનાત્મક સમિતિ નીમવામાં આવી છે. તેના સભ્યો આર્યનાયકમ, જાજૂજી, કુમારપ્પા, શંકરરાવ દેવ, જુગલકિશોર, નિર્મળબાબુ, જયરામદાસ દોલતરામ અને સુછેટા કૃપલાની છે. આ સમિતિની એક બેઠક અલહાબાદમાં યોજાઈ હતી. તેમાં એમ ઠરાવવામાં આવ્યું છે કે, દરેક પ્રાંતના એક સુસંગઠિત વિસ્તારમાં એક અધ્યાપન મંદિરઅને એક પાયાની કેળવણીની શાળા તાલીમી સંઘ તરફથી જ ચલાવવામાં આવે.

જાજૂજી : એક કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. એ કાર્યક્રમા અનુસાર એમ નક્કી કરવામાં આવ્યું છે કે , પ્રાંતિક કોંગ્રેસા સમિતિ મારફતે કામ ચાલે; ફાળો ઉઘરાવીને પૈસા પણ તે જ આપે. એ રીતે આખા દેશમાં એક લાખ વસ્ત્રસ્વાવલંબી બનાવવાની યોજના છે.

ગાંધીજી : આજે કોંગ્રેસનું તંત્ર બગડતું જાય છે. જ્યાં કોંગ્રેસના હાથમાં સત્તા છે ત્યાં તો પ્રાંતિક સમિતિને સરકાર એક હોય. તેઓ એકબીજાને બળવાન બનાવે. આજે તો સૌ પોતપોતાનું હામકે છે. કોઈ એકબીજાની પરવા કરતું નથી. તેમણે એકદિલ ને એકજીવ પણ બનવું જોઈએ.

સંપૂર્ણાનંદ : આ વસ્તુ ચાલી ન શકે. કોંગ્રેસા પ્રધાનમંડળો કામ કરવા માંગે છે. આપ તેમની મારફતે કામ લો, પણ કોંગ્રેસ સમિતિઓ મારફતે નહીં લઈ શકો. કોંગ્રેસ સમિતિ આજે સરકારને હુકમાં કરવા માગે છે. એ ન ચાલે.

ગાંધીજી : એમ કહી શકાય કે, સરકારે પોતાની માર્યાદા આંકી લેવી જોઈએ. આજે આપણે લોકો પાસેથી ફાળો ન ઉઘરવી શકીએ. લોકો કહેશે કે, અમે સરકારને પૈસા આપી દીધા, હવે તમને શાના આપીએ ? એટ્લે આપણે પ્રધાનો પાસે માગણી કરવી જોઈએ કે, અમુક રચનાત્મકા કાર્યને માટે અમુક રકમની જરૂર છે. તેઓ ના આપે તો આપણે તેમનો વિરોધ કરીએ અને લોકોને કહીએ કે આ સ્થિતિ છે. પરંતુ જે કામ સરકાર કરી શકે તેને માટે આપણે લોકો પાસે પૈસા ન માગી શકીએ.

અવિનાશલિંગમ : હરિજનો માટે તો આપણે ફાળો ઉઘરાવી છીએ.

ગાંધીજી : એ જુદી વાત છે. એ પ્રાયશ્ચિત છે.

અવિનાશાલિંગમ : બધું કામ સરકાર કરી શકે તેટલા પૈસા તેની પાસે નથી.

ગાંધીજી : હા, કોઈ એવું કામ હોય કે જે સરકાર ના કરી શકે તે લોકો કરે. તેને માટે ફાળો ઉઘરાવી શકાય.

ह૦ बं૦ ૯-૧૧-‘૪૭