પુણ્યપ્રકાશનું સ્તવન/કળશ
Appearance
← ઢાળ ૮મી | પુણ્યપ્રકાશનું સ્તવન કળશ વિનયવિજય મુનિ |
પ્રશસ્તિ-કળશ
ઈ હ તરણ તારણ સુગતિકારણ, દુઃખ નિવારણ જ્ગ જયો,
શ્રી વીર જિનવર ચરણ થુણતાં, અધિક મન ઉલટ થયો. ૧
શ્રી વિજયદેવ સૂરીંદ પટ્ટધર, તેરથ જંગમ એણી જગે;
તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરી, સૂરીતેજે ઝગમગે. ૨
શ્રી અહ્રિવિજયસૂરિ શિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુરુ સમો,
તા શિષ્ય વાચક "વિનયવિજયે" થુણ્યો જિન ચોવીશમાં. ૩
સય સત્તર સંવત ઓવણત્રીશે (૧૭૨૯) રહી રાંદેર ચોમાસ એ,
વિજયદશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ. ૪
નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ,
નિર્જર હેતે સ્તવન રચિયું નામે પુણ્યપ્રકાશ એ. ૫