પુણ્યપ્રકાશનું સ્તવન/ઢાળ ૮મી
Appearance
← ઢાળ ૭મી | પુણ્યપ્રકાશનું સ્તવન ઢાળ ૮મી વિનયવિજય મુનિ |
કળશ → |
(ઢાળ આઠમી)
(દેશી : નમો ભવિ ભાવશું)
સિદ્ધારથ રાય કુળતિલો એ, ત્રિશલા માત મલ્યાર તો,
અવનિતલ તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર.
જયો જિન વીરજી એ... ૧
મેં અપરાધ ઘણાં કર્યા એ, તુમ ચરણે મહારાજ તો;
તુમ ચરને આવ્યા ભણી એ, જો તારે તો તાર.
જયો જિન વીરજી એ... ૨
આશ કરીને આવીયો એ, તુમ ચરણે મહારાજ તો;
આવ્યાને ઉવેખશો એ, તો કેમ રહેશે લાજ?
જયો જિન વીરજી એ... ૩
કરમ અલુજણ આકરાં એ, જન્મ મરણ જંજાલ તો,
હું છું એહથી: ઉભગો એ,છોડાવ દેવ દયાળ.
જયો જિન વીરજી એ... ૪
આજ મનોઇરથ મુજ ફળ્યા એ, નાઠા દુઃખ દંદોલ તો,
તુઠો જિન ચોવીશમાં એ, પ્રગટ્યાં પુણ્ય કલ્લોલ.
જયો જિન વીરજી એ... ૫
ભવ ભવ વિનય તુમારડો એ,ભાવ ભક્તિ તુમ પાયો તો;
દેવ દયા કરીએ દીજીએ, એ બોધિબીજ સુપસાય.
જયો જિન વીરજી એ... ૬