લખાણ પર જાઓ

પુણ્યપ્રકાશનું સ્તવન/ઢાળ ૭મી

વિકિસ્રોતમાંથી
← ઢાળ ૬ઠ્ઠી પુણ્યપ્રકાશનું સ્તવન
ઢાળ ૭મી
વિનયવિજય મુનિ
ઢાળ ૮મી →


(ઢાળ સાતમી)

(દેશી : રૈવતગિરિ હુઆ, પ્રભુના ત્રણ કલ્યાણ)

હવે અવસર જાણી, કરી સંલેખણ સાર,
અણસણ આદરીએ, પચ્ચક્ખી ચારે આહાર,
લોલુપ સવિ મૂકી, છાંડી મમતા અંગ:
એ આઅમ ખેલે, સમતા જ્ઞાન તરંગ...

ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક,
પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચીયો રંક,
દુલ્લહો એ વલી વળી, અનસણનો પરિનામ,
એહથી પામીજે, સુવપદ સુરપદ ઠામ...

ધન ધન્નો શાલિભદ્ર ખંધો મેઘકુમાર
અણસણ આરાધી, પામ્યા ભવનો પાર;
શિવમંદિર જાશે, કરી એક અવતાર
આરાધન કેરો એ નવમો અધિકાર...

દશમે અધિકારે, મહામંત્ર નવકાર,
તો પાતિક ગાળી, સિવસુખ ફલ સુહકાર,
એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર,
સુપરે એ સમરો, ચૌદ પૂરવનો સાર...

જનમાંતર જાતાં, જો પામે નવકાર,
મનથી નવિ મૂકો, પામે સુખ અવતાર;
એ નવપદ સરિખો, મંત્ર ન કોઈ સંસાર,

ઇહ ભવ ને પરભવ, સુખ સંપત્તિ દાતાર...

જ્યું ભીલ ને ભીલડી, રાજા રાણ થાય;
નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય;
રાણી રત્નાવતી બેહુ, પામ્યા છે સુરભોગ,
એક ભવ પછી લેશે, શિવ વધૂ સંજોગ...

શ્રીમતી એ વળી, મંત્ર ફલ્યો તત્કાળ;
ફણિધર ફીટીને, પ્રગટા થઈ ફૂલમાળ;
શિવકુમારે જોગી, સોવન પુરુષો કીધ;
એમ એણે મંત્રે, કાજ ઘણાંના સિદ્ધ...

એમ દશે અધિકાર, વીર જિણેસરે ભાખ્યો,
આરાધન કેરો, વિધિ જેણે ચિત્તમાં રાખ્યો;
તેણે પાપ પખાળી, ભવભય દૂરે નાખ્યો,
જિન વિનય કરંતા, સુમતિ અમૃતરસ ચાખ્યો.