પુણ્યપ્રકાશનું સ્તવન/ઢાળ ૬ઠ્ઠી
← ઢાળ ૫મી | પુણ્યપ્રકાશનું સ્તવન ઢાળ ૬ઠ્ઠી વિનયવિજય મુનિ |
ઢાળ ૭મી → |
(ઢાળ છઠ્ઠી)
( દેશી: આદિ તું જોય ને આપની)
ધન ધન તે દિન માહરો, જીહાં કીધો ધર્મ;
દાન શિયળ તપ ભાવના, ટાળ્યામ્ દુસ્કૃત કર્મ. ધન ધન... ૧
ચતુર્વિધાદિક તીર્થની, જે મેં કીધી જાત્ર;
જુગતે જિનવર પુજીયા, વળી પોષ્યાં પાત્ર. ધન ધન... ૨
પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિનહર જિનાઅગમ;
સંઘ ચતુર્વિધ સાચવ્યાં, એ સાતે ખેત્ર. ધન ધન... ૩
પડિક્કમણા સુપરે કર્યા, અનુકંપા દાન;
સાધુ સૂરિ ઉવજ્ઝાયને, દીધાં બહુમાન. ધન ધન... ૪
ધર્મ કારજ અનુમોદીએ, એમ વારોવાર;
શિવગતિ આરાધન તણો, એ સાતમો અધિકાર. ધન ધન... ૫
ભાવ ભલો મન આણીએ, ચિત્ત આણી ઠામ;
સમતા ભાવે ભાવીયે, એ આતમ રામ. ધન ધન... ૬
સુખ દુઃખ કારાણ જીવને, કોઈ અવર ન હોય,
કર્મ આપ જે આચર્યા, ભોગવીયે સોય. ધન ધન... ૭
સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યનું કામ;
છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ધન ધન... ૮
ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મનો સાર
શિવગતિ આરાદન તણો, એ આઠમો અધિકાર. ધન ધન... ૯