પુણ્યપ્રકાશનું સ્તવન/ઢાળ ૧લી
← દુહા | પુણ્યપ્રકાશનું સ્તવન ઢાળ ૧લી વિનયવિજય મુનિ |
ઢાળ ૨જી → |
જ્ઞાન દરિસણ ચરિત્ર તપ વીરજ, એ પાંચે આચાર
એહતણા ઇહ ભવ પરભવના, આલોઈએ અતિચાર રે,
પ્રાણી જ્ઞાન ભણો ગુણખાણી,
વીર વદે એમ વાણી રે પ્રાણી. જ્ઞા. ૧
ગુરુ ઓળવીએ નહીં ગુરુ વિનય, કાળે ધરી બહુમાન,
સૂત્ર અરથ તદુભય કરી શુદ્ધા,
ભણીએ વહી ઉપધાન રે. પ્રાણી. જ્ઞા. ૨
જ્ઞાનો પગરણ પાટી પોથી, ઠવણી નોકારવાલી,
તેહતણી કીધી અશાતના,
જ્ઞાન ભક્તિન સાંભરે પ્રાણી. જ્ઞા. ૩
ઇત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યું જે,
આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે
પ્રાણી સમકિત લ્યો શુદ્ધ જાણી. ૪
જિનવચને શંકા નવિ કીજે, નવિ પરમ્ત અભિલાષ;
સધુ તની નિંદા પરિહરજો, ફલ સંદેહ મ રાખ રે. પ્રાણી ! સમકિત... ૫
મૂઢપણું છોડો પરશંસા, ગુણંદવંતને આદરીએ,
સાધર્મીને ધરમે કરી સ્થિરતા, ભક્તિ પ્રભાવના કરીએ રે. પ્રાણી ! સમકિત... ૬
સંઘ ચતુર્વિધ ધર્મતણો જે, અવર્ણવાદ મન લેખ્યો,
દ્રવ્યલોકો જે વિણસાડ્યો, વિણસંતો ઉવેખ્યો રે. પ્રાણી ! સમકિત... ૭
ઇત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખંડ્યું જેહ,
આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે
પ્રાણી ! ચારિત્ર લ્યો ચિત્ત આણી ૮
પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધિ, આઠે પ્રવચન માય,
સાધુતણે ધરમે પરમાદે, અશુદ્ધ વચન મન કાય રે. પ્રા0 ચા0૯
શ્રાવકને ધર્મે સામાયિક, પોસહમાં મન વાળી,
જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રા0 ચા0૧૦
ઇત્યાદિક વિપરીતપણાથી, ચારિત્ર ડોહોળ્યું જેહ,
આ ભવપરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રા0 ચા0૧૧
બારે ભેદે તપ નવિ કીધો, છતે જોગે નિક શક્તે,
ધર્મે મન વચ કાયા વીરજ, નવિ ફોરવીયું ભગવતે રે. પ્રા0 ચા0૧૨
તપ વીરજ આચાર એણી પરે, વિવ્ધ વિરાધ્યા જેહ,
આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રા0 ચા0૧૩
વળીય વિશેષે ચારિત્ર કરો, અતિચારાઅલોઈએ;
વીર જિનેશ્વર વયણ સુણીને, પાપ મેલ સવિ ધોઈયે રે. પ્રા0 ચા0૧૪