પુણ્યપ્રકાશનું સ્તવન/દુહા

વિકિસ્રોતમાંથી
પુણ્યપ્રકાશનું સ્તવન
દુહા
વિનયવિજય મુનિ
ઢાળ ૧લી →


ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી વિરચિત
આરાધના (પુણ્ય પ્રકાશ)નું સ્તવન

(દોહરા)


સકળ સિદ્ધિદાયક સદા, ચોવીશે જિનરાય,
સદ્‌ગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમુ પાય.
ત્રિભુવનપતિ ત્રિશલાતણો, નંદન ગુણ ગંભીર,
શાસન નાયક જગ જયો, વર્ધમાન વડવીર.
એક દિન વીર જિણંદને, ચરણે કરી પ્રણામ
ભવિકજીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામી.

મુક્તિ મારગ આરાધીએ, કહો કિણ પરે અરિહંત?
સુધા સરસ તવ વચનરસ, ભાખે શ્રી ભગવંત.
અતિચાર આલોઇએ, વ્રત ધરીએ ગુરુ શાખ,
જીવ ખમાવો સયલ જે, યોનિ રાશિ લાખ.
વિધિશું વલી વોસિરાવીએ, પાપસ્થાનક અઢાર,
ચાર શરણ નિત્ય અનુસરો, નિંદો દુરિત આચાર.
શુભકરણી અનુમોદીએ, ભાવ ભલો મન આણ,
અણસણ અવસર આદરી, નવપદ જપો સિજાણ.
શુભગતિ આરાધનતણા, એ છે દશ અધિકાર,
ચિત્ત આણીને આદરો, જેમ પામો ભવપાર.