પુણ્યપ્રકાશનું સ્તવન/ઢાળ ૩જી
Appearance
← ઢાળ ૨જી | પુણ્યપ્રકાશનું સ્તવન ઢાળ ૩જી વિનયવિજય મુનિ |
ઢાળ ૪થી → |
(ઢાળ ત્રીજી)
(દેશી : સમકિતનું મૂળ જાણીએ જી)
ક્રોધ લોભ ભય હાસ્યથી જી, બોલ્યા વચન અસત્ય.
કૂડ કરી ધન પારકાં જી, લીધાં જેહ અદત્ત રે
જિનજી ! મિચ્છામિ દુક્કડં આજ, તુમ શાખે મહારાજ રે
જિનજી! દેઈ સારું કાજ રે જિનજી ! મિચ્છામિ દુક્કડં આજ. ૧
દેવ મનુષ્ય તિર્યંચનાં જી, મૈથુન સેવ્યાં જેહ;
વિષયરસ લંપત પણે જી, ઘણું વિડમ્બ્યો દેહ રે, જિનજી. ૨
પરિગ્રહની મમતા અક્રી જી, ભવભવ મેલી આથ,
જે જિહાંની તે તિહાં રહી જી, કોઈ ન આવે સાથ રે. જિનજી. ૩
રયણી ભોજન જે કર્યાં જી, કેધાં ભક્ષ અભક્ષ;
રસના રસની લાલચે જી, પાપ કર્યા પ્રત્યક્ષ રે. જિનજી. ૪
વ્રત લેઈ વિસારિયાં જી, વળી ભાંગ્યા પચ્ચક્ખાણ,
કપટ હેતુ કિરિયા કરી જી, કેધાં આપ-વખાણ રે. જિનજી. ૫
ત્રણ ઢાળ આઠે દુહે જી, આલોયા અતિચાર,
શિવગતિ આરાધનતણો જી, એ પહેલો અધિકાર રે જિનજી. ! ૬