પુણ્યપ્રકાશનું સ્તવન/ઢાળ ૪થી
← ઢાળ ૩જી | પુણ્યપ્રકાશનું સ્તવન ઢાળ ૪થી વિનયવિજય મુનિ |
ઢાળ ૫મી → |
(ઢાળ બીજી)
(દેશી : સાહેલડીની)
પંચ મહામહાવ્રત આદરો સાહેલડી રે, અથવા લ્યો વ્રત બાર તો
યથા શક્તિ વ્રત આદરી સાહેલડી રે, પાળો નિરતિચાર તો. ૧
વ્રત લીધાં સાંભરીએ સા૦ હૈડે ધરીય વિચાર તો,
શિવગતિ આરાદના તણો સા૦ એ બીજો અધિકાર તો. ૨
જીવ સર્વે ખમાવીએ સા૦ યોનિ ચોરાશી લાખ તો,
મન શુદ્ધે કરી ખામણાં સા૦ કોઈશું રોષ ન રાખ તો. ૩
સર્વ મિત્ર કરી ચિંતવો, સા૦ કોઈ ન જાણો શત્રુ તો;
રાગ-દ્વેષ એમ પરિહરી, સા૦ કીજે જન્મ પવિત્ર તો. ૪
સાધર્મી સંઘ ખમાવીએ સા૦ જે ઉપની અપ્રીત તો,
સજ્જન કુટુંબ કરી ખામણાં સા૦ એ જિનસાશન રીત તો. ૫
ખમીએ ને ખમાવીએ સા૦ એહ જ ધર્મનો સાર તો,
શિવગતિ આરાધનતણો સા૦ એ ત્રીજો અધિકાર તો. ૬
મૃષાવાદ હિંસા ચોરી સા૦ ધનમૂર્છા મૈથુન તો,
ક્રોધમાન માયા તૃષ્ણા જીભ સા૦ પ્રેમ દ્વેષ પૈશૂન્ય તો. ૭
નિંદા કલહ ન કીજીએ સા૦ કૂડા ન દીજે આળ તો,
રતિ અરતિ મિથ્યા તજો સા૦ માયા મોષ જંજાળ તો. ૮
તિવિધ ત્રિવિધ વોસરાવીએ સા૦ પાપસ્થાનક અઢાર તો,
શિવગતિ આરાધનતણો સા૦ એ ચોથો અધિકાર તો. ૯