લખાણ પર જાઓ

પુરાતન જ્યોત/સંત દેવીદાસ/ભજન: ૨. હાલ ફકીરી

વિકિસ્રોતમાંથી
← ભજન: ૧. શરણાગતિ પુરાતન જ્યોત
ભજન: ૨. હાલ ફકીરી
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
ભજન: ૩. મુને દેખતી કીધી →



હાલ ફકીરી

કોણ તો જાણે, દેવીદાસ જાણે
આજે મારે હાલ ફકીરી
માલમી બન્યા બીજું કશું જાણે !
જળની માછલિયું અમે પવને સંચરિયું
ખરી તો []વરતી મારી નહીં ડોલે
આજ મારે હાલ ફકીરી. — માલમી૦.

કાચનાં મોતી અમે હીરા કરી જાણશું,
અઢાર વરણમાં મારો હીરલો ફરે
આજ મારે હાલ ફકીરી.— માલમી૦

પરબે જાઉં તો મુંને શાદલ મળિયા રે
શાદલ મળે તો મારાં નેણલાં ઠરે
આજ મારે હાલ ફકીરી.— માલમી૦

ચોરાશી સધની ધૂણી પરબે બિરાજે રે
સમરથ પુરુષ ભેળા રાસ રમે
આજ મારે હાલ ફકીરી. — માલમી.૦


  1. ૧. વૃત્તિ

દેવંગી પરતાપે માતુ અમરબાઈ બોલ્યાં રે
સમરથ સેવે તો રૂડી સાન મળે
આજ મારે હાલ ફકીરી
માલમી વના આજ બીજું કોણ જાણે !