[ ૧૪૪ ]
જ૦- જિલની ટુકડી ઊભી કરવાના સંપૂર્ણ કારણો હું
જાણતો નથી, પણ મને જે કામ સોંપવામાં આવ્યું હતું તે હું
જણાવી ચૂક્યો છું.
સ૦- આરાકાનમાં તમે જે કામ કરેલું તે ક૦ જિલની ટૂકડીનું કામ હતું ?
જ૦– એ વખતે હું આ૦ હિં૦ ફો૦ માં હતો પણ જાપાનીઓએ આ૦ હિં૦ ફો૦ અને કામચલાઉ સરકારનો સ્વીકાર ન કર્યો ત્યાં સુધી મેં કામ કર્યું નહોતું. લડાયક હિલચાલમાં આ૦ હિં૦ ફો૦ના કોઈ સિપાહીએ સીધો ભાગ લીધો નહોતો. મને આરાકાન મોકલવામાં આવ્યો ત્યારે આ૦ હિં૦ ફો૦ અને કામચલાઉ સરકારે અંગ્રેજો કે અમેરિકનો સામે લડાઈ જાહેર કરી નહોતી. ઝિયાવાડી જાગીરમાં મને આ૦ હિં૦ ફો૦ની તાલીમ-છાવણી ખોલવા માટે મોકલવામાં આવેલો.
૧૯૪૪ના ઑક્ટોબરમાં હું સેનગુપ્તાને મળેલો, નાસી ને હિંદ પહેાંચી જવાની ઇચ્છા મેં દર્શાવી નહોતી. બારમી ગેરીલા સૈનિકો સાથે મારે કાંઈ સંપર્ક નહોતો. ૧૯૪૪ની આખરમાં અને ૧૯૪૫ની શરૂઆતમાં મેં અંગ્રેજોને માહિતી પૂરી પાડેલી એ વાત ખોટી છે. અમે કેપ્ટન બ્રાઉનને કેદ પકડ્યા ત્યારે હું એમને મળેલો. હું અંગ્રેજોને માહિતી આપવા રહીશ એવું મેં કે૦ બ્રાઉનને કહ્યું નહોતું, પણ એક બરમા સાથે મારે સંપર્ક હતો. ઝિયાવાડી જાગીર, આ૦ હિં૦ ફો૦ અને કામચલાઉ સરકારને બચાવવા મેં એક યુક્તિ કરેલી. બરમી સૈનિકોને મેં કહેલું કે જાગીરમાં ફક્ત એક ઇસ્પિતાલ છે અને સંરક્ષણની કેાઈ હરોળો એ વિસ્તારમાં નથી. આ માહિતી આપવા માટે મને એક હજાર રૂપિયા મળેલા એ વાત ખોટી છે.
સ૦- ઝિયાવાડી જાગીર કોની માલીકીની હતી એ તમે જાણો છો?