પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
આશ્ચર્ય : ૮૫
 

આશ્ચર્ય : ૮૫ નહોતી. તેણે તિરસ્કાર જાગૃત કર્યો. છતાં તેના અંતરમાંથી એક પ્રશ્ન તેને હલાવી રહ્યો : ‘પરંતુ એ આકર્ષણ એ જ માત્ર સત્ય હોય તો ?' સ્ત્રી અને પુરુષ; બંનેની વિભિન્ન જાતિ : એ જાતિના આકર્ષણમાંથી સમગ્ર જીવનનો આવિર્ભાવ. માનવીએ જાતિની પૂજા કેમ ન કરવી જોઈએ? સત્યની પૂજા એ પ્રભુપૂજા હોય તો શિવપૂજન જરૂર સત્યપૂજન ગણાય. સહુ પોતપોતાને સ્થાને બેસી ગયાં. ઉલૂપીએ કહ્યું : ‘બહુ સુંદર પ્રયોગ કર્યો, મૈત્રેયી ! મને પણ નૃત્ય કરવાનું મન થઈ આવ્યું.’ ‘તેં પણ ક્યાં નૃત્ય નથી કર્યાં ? આ નહિ ને બીજા પ્રયોગ.’ નર્તકીમાંથી એકે કહ્યું. પણ આવા મરોડ કદી ન આવ્યા.' ‘તને સમય ક્યાં છે ? નૃત્ય - અને તેમાંયે શિવ સંમુખનાં નૃત્ય - વર્ષોનું શિક્ષણ માગે છે.’ ‘મારે માથેથી આ ભારણ ઊતરે તો હું તારી શિષ્યા બની નૃત્ય જ શીખ્યા કરું.’ ‘તારાં રાજનૃત્ય ક્યાં ઓછાં છે ?’ ‘તું અને તારું મંડળ હવે આરામ લો. અમે અમારાં રાજનૃત્ય આરં- ભીએ.’ ઉલૂપીએ કહ્યું, અને મૈત્રેયી તથા અન્ય નર્તકીઓ અને સંગીતવૃંદ શિવને નમન કરી ત્યાંથી અદૃશ્ય થઈ ગયાં. દીપકો એકાએક ઝાંખા બની ગયા - અથવા દીપકોથી ઝળહળતાં વસ્ત્રાલંકાર અદૃશ્ય થવાથી દીપકજ્યોત ઘેરી લાગી. થોડી વાર સહુ શાંત બની ગયા. ઉલૂપીએ પૂછ્યું : ‘ઉત્તુંગ ! શા વિચારમાં છે ?’ ‘કાંઈ નહિ.’ ‘જૂઠું મા બોલ.’ ‘ખાસ કાંઈ જ નહિ.' ‘નૃત્ય કેવું લાગ્યું ?’ ‘ઉત્તમ ! માત્ર પખવાજનો એક તોડો સહજ ખોટો વાગ્યો.' ‘એમ ? મને તો કાંઈ જ ન સમજાયું. મને તો સર્વથા એમાં ભવ્યતા જ દેખાઈ. કેમ સુબાહુ ! તને કેમ લાગ્યું ?' ‘ખરેખર ભવ્ય. ઉત્તુંગ જે તોડાને ખોટો કહે છે તે વારાણસીપ્રયોગ ક્ષિ. ૬