પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬ : ક્ષિતિજ
 

૮૬ : ક્ષિતિજ છે. જાણી જોઈને તેમ રાખ્યો છે.' સુબાહુએ જવાબ આપ્યો. ‘વારાણસીએ જે માન્યું તે બધું ખરું જ હોય, નહિ ?’ ઉત્તુંગે છા તિરસ્કારથી પૂછ્યું. ‘વારાણસી એ આર્યત્વનું હૃદય છે.’ ‘જેને આર્યત્વ જોઈતું હોય તે ભલે એ હૃદયને પૂજે. જગતમાં આર્ય સિવાય બીજી પણ પ્રજાઓ છે.' ‘સહુ આર્ય બને અને એક થાય.' સુબાહુ બોલ્યો. ‘શો ઘમંડ રાખે છે ! એક થવા માટે આર્ય તો બનવું જ જોઈએ ! અનાર્ય બની એક થવાનું કેમ કહેતો નથી ?' ‘ઉત્તુંગ ! આપણે ઝઘડો શરૂ કરી દીધો, ખરું ?' ઉલૂપી બોલી. ‘આ સ્થળ એવું છે કે જ્યાં વાણીમાં હૃદય ઊતરી શકે. અહીં સંઘપતિ શિવ છે.’ ‘હું સંઘપતિ તરીકે નથી કહેતી. પરંતુ આજ આપણે શાન્તિથી વિચાર કરી નિર્ણય કરીએ તો વધારે સારું. આવાં સંગીત પછી આપ માનસ ક્ષુબ્ધ ન હોવું જોઈએ.' ઉલૂપી બોલી. ઉત્તુંગને મારી વિનંતિ છે. મારું કથન સાંભળી લે, વિચારી લે, અને મને જવાબ આ નાગસંસ્થાન તરફથી મળે.' સુબાહુ બોલ્યો. ‘સુબાહુ કોનું પ્રતિનિધાન ધરાવે છે ?’ ઉત્તુંગે પૂછ્યું. ઉત્તુંગનું સામાન્ય આજ્ઞાધારકપણું અને આ સ્થળે પ્રદર્શિત થતી તેની ઉગ્રતા ક્ષમાને ઉત્તુંગનાં બે સ્વરૂપ બતાવી રહ્યાં હતાં. ઉલૂપીના શબ્દે શબ્દે નમન કરતો ઉત્તુંગ ક્યાં ? અને અહીં શબ્દે શબ્દે ઊછળતો ઉત્તુંગ ક્યાં ? ઉલૂપી અત્રે કોઈની મશ્કરી કે કોઈનો તિરસ્કાર કરતી દેખાઈ નહિ. ‘આર્યાવર્તને વીંટતા સકલ જલસમૂહનો હું પ્રતિનિધિ છું.' સુબાહુએ કહ્યું. ‘તો જલમાં જ રહે. ભૂમિ ઉપર કેમ આવે છે !' ઉત્તુંગે કહ્યું. ‘જલ અને ભૂમિ પરસ્પર સંકળાયેલાં છે માટે.’ ‘જલનો ઊંચો જીવ તું રાખ, અને ભૂમિનો ઊંચો જીવ અમે રાખીશું.’ ‘તમે એમ રાખ્યું હોત તો મારે આજ આવવું ન પડત.’ ‘સુબાહુનું પ્રતિનિધાન આપણે સ્વીકારીએ છીએ કે નહિ ? પહેલો એ નિર્ણય કરો અને પછી બીજી વાત કરો.' એક વૃદ્ધ નાગે કહ્યું. ‘એનું પ્રતિનિધાન આપણે સ્વીકાર્યું જ છે.' બીજા સભાસદે કહ્યું. ‘સર્વાનુમતે નહિ.’ ઉત્તુંગે કહ્યું.