પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
આશ્ચર્ય : ૮૭
 

આશ્ચર્ય : ૮૦ ‘આપણું વન બાળી મૂકવાની ક્રિયા પછી - વધુમતે.’ ત્રીજા સભાસદે કહ્યું. ‘નાગવીરો ! ભૂલી જાઓ કે હું સાગરનો પ્રતિનિધિ છું. હું ભારત- વર્ષના એક નાગરિક તરીકે આપની પાસે આવ્યો છું.' સુબાહુ બોલ્યો. ‘ભારતવર્ષમાં એક જ રાજ્ય નથી. બીજાં રાજ્યો શું કહે છે ?’ ઉત્તુંગે પૂછ્યું. બીજાં રાજ્યોની મને પરવા નથી. વીર, ધીર, કૌશલ્યપૂર્ણ નાગપ્રજા એના ભવ્ય પર્વતો અને વિશાળ વનશ્રીનો મને આધાર આપે તો બસ છે.' સુબાહુએ કહ્યું. ‘આધાર આપ્યા પછી તું અમને અનાર્ય કહી દાસ બનાવવાનો.' ઉત્તુંગે પૂછ્યું. ‘ઉત્તુંગ ! હું અને તું એક જ આર્ય ગુરુ પાસે ભણ્યા છીએ એ ભૂલીશ નહિ.' સુબાહુ બોલ્યો. ‘અને શિષ્યોએ મારું જીવન ઝેર કર્યું હતું એ પણ તને યાદ હશે.' મેં કે ગુરુએ કદી તેમનો પક્ષ લીધો નથી. અને તારી લખેલી દીપિકા- નું કરેલું સન્માન કદી ભુલાય એવું નથી.' અને મારાં થયેલાં બીજાં અપમાન ? ગણાવું ?' ‘અપમાન ગણાવવું અગર ન ગણાવવું એ તારી ખુશીની વાત છે. એક જ પ્રશ્ન માટે અહીં આવ્યો છું. આ નાગસંસ્થાન પોતાને આર્ય જાહેર કરશે કે નહિ ?' સહુ જરા શાન્ત પડ્યાં, અને સહુના મનમાં અનેક વિચારો ઉદ્ભવ્યા. અંતે ઉલૂપી બોલી : ‘એ જાહેરાત અમારે કરવાની ? અમે પોતાને આર્ય કહીએ છતાં અમને આર્ય માનવા ન માનવા એ બીજાના હાથની વાત છે ને ?’ ‘નહિ. હું સમસ્ત નાગમંડળને આર્ય ગણાવવાનું માથે લઉં છું.' સુબાહુ બોલ્યો. ‘પણ એથી અમને લાભ શો ? તમારા ત્રણ વર્ષમાં એક ચોથો વર્ણ ઊભો કરવો એટલું જ ને ? ઉત્તુંગ બોલ્યો. ‘ચોથો વર્ણ તો છે જ. અને વર્ણોની દીવાલ અભેદ્ય નથી જ. બ્રાહ્મણ કે ક્ષત્રિય જે ધારે તે બની શકે એમ છે.’ ‘તારા ભાઈને પૂછ્યું છે ?' ‘કોને ? સુકેતુને ?’ 07/