પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨ : ક્ષિતિજ
 

૯૨ : ક્ષિતિજ ધારણ કરતો જતો હતો. સુબાહુનું સ્મિત સ્થિરતા ધારણ કરી રહ્યું હતું. ઉત્તુંગ, સુબાહુ અને ઉલૂપી થોડી થોડી ક્ષણે એકબીજાની સામે જોતાં હતાં. ‘ક્ષમા અદૃશ્ય થઈ છે.' એકાએક બહારથી ધસી આવતો સૈનિક બોલ્યો. સહુની દૃષ્ટિ એ સૈનિક ત૨ફ વળી. ‘ક્યાંથી ખબર લાવ્યો ?' ઉલૂપીએ પૂછ્યું. ‘ત્રિજટાએ ખબર કરી.' સૈનિક બોલ્યો. ‘ત્રિજટા ? એ અહીં ક્યાં છે ?' ઉત્તુંગે પૂછ્યું. ‘બહાર ઊભી છે, આવવાની આશા માગે છે.’ ‘જા, મોકલ.' ઉલૂપી બોલી. એક મિનારાની સીડી ઉપરથી ઊતરી આવતા સૈનિકે તે જ ક્ષણે જણાવ્યું : ‘ઉત્તર તરફના ગોખ અને સીડીમાં પગલાં દેખાય છે.’ ‘કોનાં પગલાં ?’ ઉલૂપીએ પૂછ્યું. ‘નાનાં - સ્ત્રીનાં પગલાં લાગે છે.' ‘નવાં છે?’ ‘હા, હમણાં જ પડ્યાં લાગે છે. જ્યાં આછી ધૂળ છે ત્યાં પગલાં દેખાય છે.' ‘અને મંદિરનું કમળ ખુલ્લું છે.' બીજા એક સૈનિકે આવી કહ્યું. ‘છતાં તમે સૈનિકો અહીં છો ?’ ઉલૂપીએ ઉગ્ર બની કહ્યું. ‘હિ. અમારી ટુકડી ઉપરથી આગળ ગઈ છે.’ “ત્રિજટાએ પ્રવેશ કર્યો. ઉત્તુંગે ક્ષમાની સાચવણી અર્થે બેસાડેલી એ મજબૂત નાગસ્ત્રીના મુખ ઉપર મૃત્યુની વ્યગ્રતા દેખાતી હતી. તેણે શિવને અને પછી સર્વને એકસામટું નમન કર્યું. ‘કેમ ત્રિજટા ! અહીં કેમ આવી ?’ ઉલૂપીએ પૂછ્યું. ‘હું મૃત્યુ માગવા આવી છું.’ ત્રિજટાએ કહ્યું. ‘કારણ ?’ ‘ક્ષમા મારી ચોકીમાંથી નાસી ગઈ.' ‘એમ ? ક્ષમા નાસી ગઈ ? શી રીતે ?' ઉત્તુંગે હવે જરા ચમકીને પૂછ્યું. તેને આ પ્રસંગ ઇન્દ્રજાળ સરખો લાગ્યો. ‘ઉત્તુંગે તેને નસાડી મૂકી.' ત્રિજટા બોલી. ‘ઉત્તુંગે ? તું શું કહે છે ? તું ભાનમાં છે કે નહિ ?’ ઉલૂપીએ પૂછ્યું.