પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
ઉત્તુંગને શિક્ષા
 


મંદિરને એક ખૂણે ક્ષમા દેખાઈ નહિ, છતાં ભયસૂચક ઘંટ વાગી રહ્યો. મંદિરમાં અને મંદિર બહાર સૈનિકો સજ્જ બની ઊભા હતા તે જાગૃત બની ગયા. આગેવાનો અને મંત્રીઓની મંત્રણામાંથી કશું વિચિત્ર પરિ- ણામ આવશે જ એની ખાતરી સૈનિકોને થઈ ગઈ હતી. સૈનિકોની એક નાની ટુકડી મંદિરના રંગમંડપમાં આવી ઊભી. સહુ સ્થિર ઊભાં રહી વેધક દૃષ્ટિથી ઉપર નીચે જોતાં હતાં. સુબાહુ હસતો દેખાયો. ‘ક્યાં છે ક્ષમા ?’ ઉત્તુંગે પૂછ્યું. ‘તેનું મન અને તેના પગ આપણાં કરતાં વધારે ચપળ છે.' સુબાહુએ કહ્યું. ‘તું નાહક બધાને ચમકાવે છે, જૂઠું બોલીને.’ ઉત્તુંગ બોલ્યો. ‘લે આ ફૂલ. ઉપરથી પડ્યું.' સુબાહુએ એક ફૂલ બતાવી કહ્યું. ‘એટલા ઉપરથી તું એમ માને છે કે ક્ષમા અહીં છે ?’ ‘હા, એ ફૂલની માળા ક્ષમાએ પહેરી હતી તે મેં મંદિર પાસે જોયું હતું, અને અહીં આ ફૂલ લાવવાની મનાઈ છે !' ‘હું નથી માનતો. હું ક્ષમાને પૂરીને આવ્યો છું.’ હજી આ મિનારા ઉપર કોઈને મોકલો નહિ તો ક્ષમા હાથથી જશે.’ ‘ખોટું !’ ઉત્તુંગ બોલ્યો. કોઈને કાંઈ સમજ પડી નહિ. ક્ષમાએ પહેરેલું પુષ્પ સુબાહુ ઉપર પડ્યું. એ જો ખરું હોય તો જરૂર ક્ષમા મંદિરના કોઈ ભાગમાં હોવી જોઈએ. પરંતુ તે સૈનિકોને ચુકાવી ઉપર કેમ જઈ શકે - તે કોઈને સમજાયું નહિ. સુબાહુએ આર્યોમાં અને નાગલોકમાં કીર્તિ મેળવી હતી. ઉત્તુંગ પણ સત્યવાદી હતો. ‘ઉપર તપાસ કરશે.' ઉલૂપીએ સૈનિકોને આજ્ઞા કરી. ચારે ખૂણે આવેલાં દ્વારમાં સૈનિકો અદૃશ્ય થયા. થોડી ક્ષણ સુધી શાંતિ પ્રસરી રહી. શિવાલયના દીવા ઝગઝગ બળતા હતા. એ દીવાની જ્યોત પણ સ્થિર બની નાગહૃદયની આ ક્ષણની ભાવનાને અનુસરતી લાગી. ઉત્તુંગ ઉગ્રતા