પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦ : ક્ષિતિજ
 

૯૦ શિતિજ ‘અલબત્ત.’ ‘તું જાણે છે કે હું શસ્ત્ર વાપરી શકું છું.' ‘તેથી શું ?’ અને કેંદ્રમાં છેક હાર નહિ ખાઉં.' ‘એ તો જોવાશે. થા તૈયાર.’ ઉત્તુંગનો ભયાનક દેહ ક્રોધથી કંપવા લાગ્યો. તેનું મુખ અતિ ઉગ્રતામાં બિહામણું બની ગયું. નાગમંડળના સભ્યો વિચારમાં પડી ગયા. સંઘપતિ ઉલૂપી આ સ્થળે આવી ત્યારે પોતાના અધિકાર શિવને અર્પણ કરી સામાન્ય સભ્ય બની ગઈ હતી. એનો હુકમ અહીં માનવાને કોઈ બંધાયલું ન હતું. માત્ર નાગસંઘના પ્રતિનિધિઓ શિવને સોંપેલા અધિકાર તેને પાછા સોંપે તો જ તે આજ્ઞા કરી શકે. સુબાહુ રક્ષિત મિત્ર હતો. તેને ઘા થાય એ આ સ્થળના રક્ષિતપણાને લાંછનરૂપ હતું. ‘ઉત્તુંગ ! જરા શાંત થા. નાગમંડળના સેનાપતિને આ ક્રોધ ન શોભે ઉલૂપીએ કંડક આંખ કરી કહ્યું. ‘કારણ કે તારે એક આર્યની સાથે મોહમાં પડી નાસી જવું છે માટે ખરું ? અત્યંત તિરસ્કારથી ઉત્તુંગ બોલ્યો. ઉલૂપી ઊભી થઈ ગઈ. તે અપમાનથી ટેવાયલી નહોતી. સંઘપતિ તરીકે સ્થપાયા પછી તેનો મર્તબો પ્રત્યેક ક્ષણે સચવાયો હતો. ઉત્તુંગ શાન સૂચન કરતો હતો ? આ ‘એ તો કદાચ ખરું હોય કે ન હોય. પણ એક વાત સાબિત છે. મહાનાગ ઉત્તુંગે પોતાના મોહમાં ક્ષમાને નાસી જવા દીધી છે.' સુબાહુ બોલ્યો. આખો સંઘ અસ્વસ્થ બની ગયો. ઉત્તુંગની ઉગ્રતા વિચારમાં પલટાઈ - સુબાહુનું કથન ખરું હોય તો તેનો દોષ ભયંકર બની જાય. ‘તું શું કહે છે ?’ ઉત્તુંગે પૂછ્યું. ‘હું ખરું કહું છું.’ ‘સાબિતી શી ?’ ‘સાબિતી ? અરે એ ક્ષમા છૂટી થઈ છે એટલું જ નહિ, તે આ ક્ષણે આ મંદિરમાં તમારી - તમારા સેનાપતિની - મૂર્ખાઈ જુએ છે અને હસે છે !' સુબાહુ બોલ્યો. મંદિરને ખૂણે ખૂણે પ્રત્યેક વ્યક્તિની આંખ ફરી વળી.