પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
આશ્ચર્ય : ૮૯
 

ઉલૂપીએ કહ્યું. ‘નાગમંડળ વધારે પ્રામાણિક છે.' ઉત્તુંગે કહ્યું. આશ્ચર્ય : સુબાહુ ભાગ્યે જ હસતો. તે અત્યારે હસી પડ્યો. તેણે કહ્યું : ‘નાગમંડળ પ્રામાણિક હશે - તે મૂર્ખ તો છે જ.’

7:

‘નાગમંડળનું અપમાન કરનાર આ શિવનો ભોગ બનશે. બેત્રણ જણ બોલી ઊઠ્યા, અને શસ્ત્રો ઉપર તેમણે હાથ મૂક્યા. ‘શિવ મારા પણ દેવ છે. તેનો ભોગ હું ભલે થાઉ. પરંતુ એટલું તો હું સાબિત કરી શકીશ કે નાગમંડળનો સેનાપતિ તો મૂર્ખ જ છે.' ઉત્તુંગની આંખમાંથી અગ્નિ વરસ્યો. આવા સ્પષ્ટ આરોપ સાંભળી તે શાન્ત બેસી રહે એવો કાયર ન હતો. તેણે કમ્મરમાંથી શમશેર કાઢી અને તે ખેંચી બોલી ઊઠ્યો : ‘આ શમશેરના સોગન ખાઈ કહું છું કે આ અપમાનનો બદલો ન લઉં તો...' બદલો ભલે લેજે. પણ મારી સાબિતી તો સાંભળ.' સુબાહુ જરા પણ ઉગ્ર થયા વગર બોલ્યો. ‘વધારે અપમાન સહન કરવા ? સુબાહુ ! તારું ઢાંક્યું આર્યત્વ અને સુકેતુનું ઉગ્ર આર્યત્વ આપણને કદી એક નહિ બનવા દે.’ ‘મારા આર્યત્વમાં અડધો ભાગ નાગરુધિર છે.' સુબાહુએ કહ્યું. ‘એટલે ?’ ‘મારી માતા નાગકન્યા હતી.' ઉત્તુંગ જરા થોભ્યો. સુબાહુની માતા નાગકન્યા હતી એને માન સમજવું કે અપમાન તેનો નિશ્ચય તે કરી શક્યો નહિ. અને એ મારી માતાના પ્રદેશને હું મારી માતા સરખો પૂજ્ય ગણું છું.' સુબાહુ બોલ્યો. ‘તો નાગમંડળના સેનાપતિનું અપમાન કેમ કરે છે ? કોઈએ પૂછ્યું. ‘અપમાન નથી કરતો, સત્ય કહું છું.’ ‘મૂર્ખ કહીને શું તું માન વધારે છે ?’ ‘મૂર્ખાઈ એ પાપ નથી - ગુનો નથી. ઉત્તુંગની મૂર્ખાઈ કદી કદી ગમે એવી હોય છે.’ ‘સાબિતી આપ. નહિ તો શિવ સન્મુખ શસ્ત્ર લઈ મારી સામે આવ.' ‘શસ્ત્રથી સત્યનો પુરાવો જોઈએ છે ?'