પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
આવતું તોફાન : ૫
 

આવતું તોફાન : ૫ ગુરુ ઝંઝાવાતમાં સપડાયલી તેમની હોડીને કિનારે લાવી બંને કિશોરો સાથે એક સમયે બેઠા હતા - આજની માફક રેતીના ઢગલા ઉપર બેઠા હતા. તોફાન શમી ગયું અને સૂર્યની રતાશ પશ્ચિમાકાશને ચંદનના લેપ કરી રહી હતી. એ દ્દશ્ય અને એ વાતચીત તેમને યાદ આવ્યાં. {alit ‘ગુરુજી ! આગળ શું હશે ?' સુબાહુએ પૂછ્યું. ‘મહાજળ.’ ગુરુજીએ જવાબ આપ્યો. ‘મહાજળની પાર શું હશે ?' સુકેતુએ પૂછ્યું. ‘પાતાળ.’ ‘આપણાથી ન જવાય ?’ ‘જવાય.’ દૃષ્ટિ એક ગોલક આગળ અટકતી હતી. ઉદિધ અને અવકાશ એક બની જતાં હતાં તે એ સ્થળ. સર્વદા કલ્પનાને ઉત્તેજિત કરતી એ ક્ષિતિજભૂમિ. સર્વ આદર્શોનું એ ધામ. ‘ગુરુજી ! સૂર્યનારાયણ ઊતર્યા ત્યાં જ પાતાળ ને ?’ સુકેતુએ પૂછ્યું. ‘હ્ય.’ સહજ વિચાર કરી ગુરુ બોલ્યા. ‘એ તો પાસે લાગે છે.’ સુબાહુએ કહ્યું. લિ ૧ ‘લાગે છે એટલું પાસે નથી.’ ‘આપ ત્યાં જઈ આવ્યા છો ?’ ‘જવા મથ્યો છું. પણ પહોંચાયું નથી.' ‘કેમ ?’ ‘એ ધામ આગળ અને આગળ ચાલ્યું જાય છે.' અપક્વ કિશોરોને નવાઈ લાગી. ભૂમિ તે દોડતી હશે ? ધામ ખસે શી રીતે ? ‘અમે મોટા થઈશું ત્યારે ત્યાં જઈશું. સુબાહુ બોલ્યો. 'બંને સાથે જ જઈશું.' સુકેતુએ કહ્યું. ‘હું જીવતો હોઈશ તો તમને સાથ આપીશ.' હસીને ગુરુ બોલ્યા. પરંતુ ગુરુને માટે જે શક્ય નહોતું તે પોતાને માટે શી રીતે શક્ય થાય? મહાસમર્થ ગુરુથી ન બને એવું કશું જ નહોતું એવી બાળકોની માન્યતા હતી. શું ખરેખર ગુરુએ પાતાળ નહિ જોયું હોય ? ‘ગુરુજી ! આપે ખરેખર પાતાળ નથી જોયું ?’ સુકેતુએ પૂછ્યું. ‘પાતાળ જોયું હોય તોય ત્યાં આવી અને આવી દૃષ્ટિની અટક