પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪ : ક્ષિતિજ
 

આવતું તોફાન : ૪
 

૪ : ક્ષિતિજ ‘ગુરુજી | મારા પિતા કોણ ?' ઋષિ કપાળે સહજ હાથ ફેરવી ભસ્મ લૂછતા અને કહેતા : ‘પિતા ?... હું તારો પિતા છું.' માતા અને પિતા બન્ને એક જ જણ હોય ? ઋષિ સત્ય વાણી ઉપર ભાર મૂકતા. શું તેઓ સત્યનું ઉચ્ચારણ કરતા હતા ? બાળકોએ કદી એ જવાબોને ખરા માન્યા નહોતા. પરંતુ માતાપિતા વગર બંને બાળકોને સારી રીતે ચાલ્યું. ગુરુનું વાત્સલ્ય અદ્ભુત હતું. ગુરુ પુસ્તકોનો અભ્યાસ કરાવતા તે જ પ્રમાણે શસ્ત્રોનો અભ્યાસ પણ કરાવતા. પયોષ્ણીમાં સ્નાન માટે જતાં બંને બાળકોને નદીમાં ફરતાં વહાણ અને મછવાની પૂરી સ્મૃતિ હતી. ભરતી વખતે સડસડાટ જતાં આવતાં વહાણની વિશાળતા એ સર્વદા તેમના આશ્ચર્યનું કારણ બની રહેતી. પૂર્ણેશ્વરની ટેકરી ઉપરથી દેખાતું પૂર્ણા નદીમાં ફરતી નૌકાઓના સઢનું દ્દશ્ય તેમના સ્મૃતિપટ ઉપર એટલું આલેખાયું હતું કે તે તેમના માનસનો એક ભાગ બની ગયું હતું. અને તેઓ પહેલાવહેલા વહાણમાં બેઠા ત્યારે ? જળમાં તરવું અને આકાશમાં ઊડવું એ બંને અવનવા આહ્લાદક તોય ભયપ્રદ અનુભવો છે. જાણે જીવન કોઈ નવો અવતાર ધારણ કરતું હોય એમ થનગની રહે છે ! પરંતુ વહાણની થોડી મજલ પછી દેખાયલું સમુદ્રનું દૃશ્ય ? કેટલાંક દ્દશ્યો માનવીને મુખે અનિચ્છાએ પણ અહાહા બોલાવે છે. પૂર્ણાના મુખમાંથી વહાણ બહાર આવતાં નજરે પડેલા મહાજનિધિએ બાળકોની આંખ અને બાળકોનાં હૃદય ખેંચી લીધાં. બંનેથી બોલાઈ ગયું: ‘અહાહા !’ પાણી ! પાણી ! અથાગ પાણી ઉપર તેમનું મન પ્રસરી ગયું. આખા સાગરને બાથ ભરવાની હોંશ તેમના હૃદયમાં જાગી અને પછી તો દરિયાકિનારાની સફર સહજ બની. ગુરુ સાથે આવતા ત્યારે ઘણી મઝા પડતી. પરંતુ ગુરુએ બંને કિશોરોને એકલા મોકલવા માંડ્યા ત્યારે તેમના હૃદયમાં ઊપજેલો આનંદકંપ અનુપમ હતો. નવનવા પ્રવાહોમાં નવી નવી રીતે હોડીને ફેરવવી, નવનવાં સ્થળે તેને અટકાવી સ્થળો જોવાં, એ સાહસસૃષ્ટિ જીવનનો એક લહાવો હતી. ધારાપુરી એ દેવબંદર સુધી વણઇચ્છાએ તેઓ એકબે વખત ઘસડાઈ ગયા હતા ! હજી પણ વધારે વિકટ પ્રવાહમાં જવાની તેમની વૃત્તિ ઉત્તેજિત થયા કરતી હતી.