પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭ : ક્ષિતિજ
 

આવતું તોફાન : ૭
 

આવતું તોફાન : ૭ ઉપર વેરાયલી જીવનવિહીન પડેલી હતી. અવયવિહોણું લાગતું એ મૃત જળચર કોઈ જીવતા પ્રાણીને વળગે તો તે પ્રાણીનું સમગ્ર લોહી ચૂસી લે એવી શક્તિ ધરાવતું હતું. ભરતીએ તેને ઉછાળી જમીન ઉપર ફેંક્યું. તેનામાંથી જીવન અદ્દશ્ય થવા લાગ્યું, અને અડકવું પણ ન ગમે એવું ધવલ લીલના નાનકડા ઢગલા સરખું એ પ્રાણી ગતિરહિત બની, જ્યાંનું ત્યાં સ્થિર બની, જીવન નિતારી રહ્યું હતું. સુબાહુએ જળો ઉપરથી દૃષ્ટિ ખસેડી પાછી ક્ષિતિજ તરફ ફેરવી, પરંતુ એટલામાં જ તેણે સુકેતુને અતિ ચાપલ્યથી પોતાનું કાષ્ટશસ્ત્ર ઉપાડતો જોયો. ‘અરે, કોને પાછો મારે છે ?' સુબાહુએ તેનો હાથ પકડી કહ્યું. ‘જોતો નથી ? હાથ છોડ.’ સુકેતુએ ચિડાઈને કહ્યું. મરજાદાવેલના એક ગુચ્છાની પાછળ ચકચકતો કાળો નાગ જરાય અવાજ કર્યા વગર સરકતો હતો. ‘જવા દે એને માર્ગે. તને ક્યાં નડે છે ?’ સુબાહુ બોલ્યો. ‘નાગને જવા દઉં ? શી વાત કરે છે ?’ સુકેતુએ કહ્યું અને પોતાનો હાથ છોડાવી રેતીમાં પડેલો કાંકરો નાગ તરફ ફેંક્યો. નાગના દેહને તે વાગ્યો. અણુઅણુમાં સ્ફૂર્તિ ભરેલા એ પત્રગે શત્રુ પરખ્યો અને ભયાનક ફૂંફાડા સાથે તેણે એકાએક અટકી ફ્થા ઊભી કરી. સુકેતુને એ જ જોઈતું હતું. ફણીધરની ઊંચકાયેલી ફણામાં ચક્ર ફેંકતાં બરોબર એ વિષધર હતો નહોતો થઈ જાય એમ હતું. ‘શી સુંદર ફણા છે !' સુબાહુ બોલ્યો. ‘એ ફણામાં વિષ છે એ તું જાણે છે ને ?’ ‘ના મને તો એ ફણામાં મહાશક્તિ અને સૌંદર્યનો સમન્વય દેખાય છે.’ ‘તારી વાતમાં ને વાતમાં એ નાગ ચાલ્યો જશે.’ ‘તો ફરી એની કલા જોવાશે. તું મારીશ તો એનું સૌન્દર્ય સદાય અદૃશ્ય થશે.’ સુકેતુએ આમને આમ અનેક વખત ઉપયોગી કાર્યમાંથી સુબાહુ રોકાતો હતો. સુકેતુએ ચક્ર નીચે મૂક્યું. નાગ જગત સામે ગ઼ા ઊંચકી, જગતની યુદ્ધઅશક્તિ નિહાળી, ફણા સમેટી આગળ વધ્યો અને અદ્દશ્ય થઈ ગયો. ‘આજે તોફાન લાગે છે.’ જરા રહી સુકેતુ બોલ્યો. ‘ભયંકર છે.’