પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 


રાજરમત
 


‘જો ઉત્તુંગ ! આ કાર્મોનિજ્જ.' ક્ષમા બોલી. ‘બેત્રણ વાર હું અહીં આવ્યો છું.' ઉત્તુંગે જવાબ આપ્યો. ત્રીજા પ્રહરનો શીળો બનતો સૂર્ય સૂર્યદેહાનાં વારિને અનેકરંગી બનાવતો હતો. નાગજનપદનો ધ્વજ ફરકાવતી એક સુંદર હોડી તપતીનાં પાણીમાં ધીમે ધીમે આગળ સરકતી જતી હતી. નદીના વાંક ઉપર આવેલું કિલ્લાબંધ નગર ઊંચી કરાડો ઉપરથી આવનાર જનાર સહુને શાંતિથી નીરખતું હતું. શાંતિથી નીરખતું હોય તો કિલ્લેબંદી કેમ હોય ? ‘ત્યારે તો તું કોઈ રોમન વ્યાપારીને ઓળખતો હોઈશ.’ ક્ષમાએ જરાક રહી પૂછ્યું. ‘ા. લાખ, મધ, કેસૂડાં અને શીમળાનું રૂ અમારે ત્યાંથી અહીં આવતું અને પછી તમારે દેશ ચડતું.’ ઉત્તુંગે જવાબ આપ્યો. ‘સુબાહુ અને સુકેતુ જાગ્યા અને આપણો બધો વ્યાપાર ભાંગી પડ્યો.' ક્ષમા બોલી. ઉત્તુંગે ક્ષમા સામે જોયું. જરા ધારીને જોયું. નાવની અગાશી ઉપર આવી નગ૨ નિહાળતાં બંને જણના વાળ હવામાં ખૂબ ઊડતા હતા. ક્ષમા હસી અને પૂછી રહી : ‘તું કેમ વારંવાર મારી સામે જોયા કરે છે ?' ‘મારી આંખને તું બહુ જ ગમે છે.' ઉત્તુંગે જવાબ આપ્યો. ‘આ વખતની આંખ જુદી જ લાગી.' ‘હું જરા વિચારમાં પડ્યો. અત્યાર સુધી તું સુબાહુની વિરુદ્ધ કાંઈ જ બોલી નથી. અને આમ કેમ ?’ ‘રોમની દુશ્મનાવટ કર્યાથી એને શો લાભ થશે ?’ ‘રોમનોની ભૂમિભૂખ સામે એને દુશ્મનાવટ છે. મને પણ એ જ છે.' ‘તું બે દિવસમાં પરખી જઈશ કે રોમનોને ભૂમિભૂખ છે કે નહિ.' ‘સુબાહુનો એટલો આભાર માન કે તને અહીં આવવા દીધી.' ‘મારા દેશબાંધવોને છેલ્લી વેળા મળી લઉં એમાં એનું શું જાય ?’