પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ક્ષમા : ૧૭
 

________________

ભાષા : ૧૦ એ સૈનિકે પોતાનું નામ અને જાતિ પ્રગટ કર્યા. આટલી સ્પષ્ટતાથી આટલી બધી વિગત જાણનાર ચાંચિયો હસી કાઢવા સરખો તો નહોતો જ. 'ઠીક. આટલું સત્ય કહ્યું. હવે તમે અને તમારું વહાણ છૂટાં છો.' સુબાહુએ પગ ફેરવી ત્વરાથી ચપલાના નૌકાપતિને આજ્ઞા કરી જોતજોતામાં દોર પાછા ખેંચાયા. માત્ર એક દોર સુબાહુએ હાથમાં રાખી લીધો. અને આપણે દુશ્મન તરીકે છૂટાં પડીએ છીએ.' સુકેતુએ કહ્યું. ક્ષમાએ આંખ ફેરવી અને પાસે ઊભેલા સૈનિકને આજ્ઞા કરી : કાપી નાખ દોર. અને કરી લે કેદ આ બંનેને.' સૈનિક તલવારસહ ધસ્યો; પણ સુકેતુએ તેનો હાથ મરડી નાખ્યો. ‘ઉતાવળ ન કરો. હજી યુદ્ધની તક આપણે લેવાની છે.' ક્ષમાએ તાળી પાડી અને પાંચ સૈનિકો આગળ ધસી આવ્યા. સુબાહુએ અને સુકેતુએ દોરનો ઝોલો લીધો અને સૈનિકો તેમને પકડે તે પહેલાં તો વહાણમાંથી અદ્રશ્ય થઈ ગયા. જોતજોતામાં ચપલાને મથાળે તેઓ જઈ ઊભા. સુબાહુએ ઉચ્ચ સ્વરે કહ્યું : “ક્ષમા ! હું બે ઘડીની મહેતલ આપું છું, જ્યાં વહાણ લઈ જવાય ત્યાં લઈ જા. બે ઘડી પછી હું અહીંથી નીકળીશ. જો દરિયાના પાણીમાં તારું વહાણ તરતું જોઈશ તો તમે વહાણ સાથે બધાં ય મારાં કેદી બનશો.” એક સ્ત્રીનું તીણું હાસ્ય વાતાવરણમાં છવાઈ રહ્યું. વહાણ હાલ્યું, ખસ્યું અને જોતજોતામાં ઊપડ્યું. દૂરથી ક્ષમાનો સાદ સંભળાયો : રોમની નાગરિકા ! ચાંચિયા સાથે વાત કરતી નથી.”