પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩ સુર્યદેહાના પ્રવાહમાં
 

________________

બિના મુત્સદી સુકેતુ દીવાલ જય ઓપ આછા સૂર્યદેહાના પ્રવાહમાં વહાણમાં પડેલી તડ સુધારવા કારીગરો મથી રહ્યા હતા તેનું ક્ષમાને ભાન ન હતું. તેના મનમાં એક જ વિચાર ઘોળાયા કરતો હતો : બંને ચાંચિયા ભાઈઓથી બચવું કેમ ? એ બન્ને ભાઈઓ થોડા સમયથી હિંદની સમુદ્રચોકી કરતા હતા. વ્યાપારી-શુદ્ધ વ્યાપારીને હિંદમાં પગ મૂકવાની છૂટ હતી. સાગરરાજનો સાગરકર આયે હરકોઈ વ્યાપારી એ બે ભાઈઓની આંખ નીચે હિંદમાં પ્રવેશી શકતો. પરંતુ સૈનિક કે રાજકીય ઓપ આછો સરખો પણ દેખાતો, ત્યાં સુબાહુ અને સુકેતુ દીવાલ બની ઊભા રહેતા. સૈનિકો શસ્ત્રરહિત બનતા; મુત્સદીઓ યોજનારહિત બનતા; અને છૂપા જાસૂસો સંકેતરહિત બનતા; સમુદ્ર ઉપરથી ચકલું પણ પસાર થતું તેની તેમને ખબર રહેતી. રોમક શહેનશાહત વિસ્તાર માગતી હતી. યવન* સિકંદરનો અધૂરી રહેલો દિગ્વિજય પૂરો કરવાની મહત્ત્વાકાંક્ષા રોમક સમ્રાટનો પેઢીધર વારસો હતો. સિકંદરની ગાદી જીતી લેનાર, સિકંદર કરતાં પણ વધારે વિસ્તૃત પ્રદેશ ઉપર સૈકાઓ સુધી રાજ્ય કરનાર એ રોમક શાસને આર્યાવર્તના વિજ્યનાં નિત્ય સ્વપ્ન આવતાં હતાં. એ સામ્રાજ્યની છોળ એક પાસ પારસીક દેશની સીમા ઉપર અથડાતી હતી, બીજી પાસ મિશ્રમીસર દેશને આવરી લેતી હતી. પારસીકો ઉપર વિજય મળે તો સ્થલમાર્ગે આર્યાવર્તમાં પહોંચી જવાય એમ હતું. પરંતુ મિશ્રદેશમાંથી તામ્રસમુદ્ર દક્ષિણ મહોદધિમાં રોમકોને ઝટ મૂકી દે એમ હતું. દક્ષિણ મહોદધિનો ઉત્તર વિભાગ લાટ સમુદ્ર ભારતવર્ષના દ્વાર સમો ખડો હતો. લાટ સમુદ્રને ખોલતાં આખો ભારતવર્ષ ખૂલી જતો હતો. મહત્ત્વાકાંક્ષી રોમન સમ્રાટ આ માર્ગની પ્રાથમિક શોધ કરી રહ્યો હતો એની સુબાહુ અને સુકેતુને ખબર હતી. અને સુબાહુ પાસે તો કોઈ અજબરીતે આખી રોમક યોજના ફૂટ થઈ હતી. સુકેતુ આગળ તેણે રોમક આગમનની હકીકત મૂકી. પરંતુ આ • ગ્રીસનું પ્રાચીન નામ આયોનિયા. ત્યાંના વતનીઓ હિંદમાં યવન તરીકે ઓળખાતા.