પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સૂર્યદેહાના પ્રવાહમાં : ૨૧
 

________________

સૂર્યદાના પ્રવાહમાં ૨૧ ‘જા, જા રોમની આગાશી નથી પરમૂલકનો સાગર છે.' ઝડપથી શિશિરે ક્ષમાનો એક હાથ પકડી ચૂમ્યો. ક્ષમા ઝટઝટ સીડી ઊતરી સુલક્ષ જોડે હોડીમાં બેઠી. સાગરનાં ધીરા મોજ હોડીને ઉછાળી રહ્યાં. આકાશમાં કપાયેલો ચંદ્ર ચાંદની વેરી રહ્યો હતો. એ ચાંદની સુબાહુ અને સુકેતુના વહાણની દૂરથી આછી રેખાઓ દોરતી હતી. એ અંતરેથી નાની હોડીઓ દેખાય કે પરખાય એમ નહોતું. છતાં વહાણને ઓથે અને પડછાયે થોડી ક્ષણો સુધી હોડીઓ ઘસડાઈ. “દોર મૂકી ઘો.' સુલક્ષે બૂમ મારી. હોડીઓ વહાણથી છૂટી થઈ. અત્યંત ચુપકીથી હોડીઓ ઊછળતી ઊછળતી સૂર્યદહાના મુખ તરફ વળી. સુલક્ષ !' ક્ષમા એકાએક બોલી. કેમ ?' હવે આપણે પકડાઈએ એવો સંભવ લાગે છે ?' “ના. તારી યુક્તિ ભલભલાને મૂંઝવે એમ છે.' હોડી દેખાતી નથી. બે ઘડીમાં તો આપણે નદીનું મુખ વટાવી દીધું હશે. અને પેલા ચાંચિયા ? આ વહાણની પાછળ ભૃગુકચ્છ ભણી ભમતા હશે.” ક્ષમા જરા હસી. તેની વાણી અને તેનું હાસ્ય તેના લશ્કરી પહેરતેશમાંથી પણ તેના સ્ત્રીત્વને પ્રગટ કરતાં હતાં. આખી સૃષ્ટિ જાણે શાન્ત પડી ગઈ હોય એમ ચારે પાસ નિઃશબ્દતા વ્યાપી ગઈ. ક્ષમાનું વહાણ પડછાયો પાડતું આગળ વધતું હતું. હોડીઓ ક્ષમાને લઈ કિનારા તરફતપતીના મુખ તરફ વળતી હતી. બન્ને પરસ્પરથી દૂર જતાં હતાં. ચાંચિયાઓનું વહાણ હવે દેખાતું બંધ થયું હતું. ચંદ્રની ચાંદની, પાણીની ધવલતા અને ચળકાટ એ વહાણને સાગરની વિશાળતામાં અદ્રશ્ય બનાવી રહ્યાં હતાં. સુકાનનો આછો કચડાટ, હલેસાંનો નિયમિત છબછબાટ, અને વહાણવટીના એકાક્ષરી હુકમો અથાગ શાન્તિમાં અજાણ્યા સરખા લાગતા હતા, અને શાંતિના ઊંડાણને માપતા હતા. સમય વીતતો હતો. ક્ષમાની હોડી દરિયો મૂકી સૂર્યદહાના પટમાં ઊતરી અને દૂર દૂરથી કોઈ દબાતો આછો નાદ સંભળાયો. બે ઘડી વતી, નહિ ?” ચમકીને ક્ષમા બોલી. હા પણ ચમકે છે કેમ ?' સુલક્ષે કહ્યું. “જો શંખનાદ સંભળાય છે!! ક્ષિ. ૨.