પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સૂર્યદેહાના પ્રવાહમાં : ૨૩
 

________________

મૂઠિકાના પ્રવાહમાં : ૨૩ ક્ષમાએ આંખો ઉઘાડી સુલક્ષ સામે જોયું અને તે હસી આથમતા ચંદ્ર સરખું ફિક્કુ ફિકુઠું હસી. ‘એ ખ્યાલ મને ન રહ્યો.' માએ કહ્યું અને માથાનો ટોપ તેણે ઉતાર્યો. આછી પવનલહરીમાં ક્ષમાના સોનેરી વાળ ફરફર ઊડી રહ્યા. તેણે નિઃશંકા પોતાનું મસ્તક સુલક્ષના ખોળામાં મૂક્યું. અને દેહ લંબાવી આંખો મીંચીને સૂતી. ચંદ્ર અને સુલક્ષ બંનેની આંખો તેના મુખ તરફ તાકી રહી. | નદીનો પટ સાંકડો થવા લાગ્યો હતો. વચમાં ક્ષમા આંખ ઉઘાડતી, અને સુલક્ષ જાગે છે એની ખાતરી કરી વળી પાછી આંખ મીંચી દેતી સુલક્ષની દૃષ્ટિ પુરુષની હતી એ ક્ષમા જાણતી હતી. પુરુષના ખોળામાં મસ્તક મૂકી સૂઈ રહેનાર યુવતીએ પૌરુષેય દૃષ્ટિથી ચમકવું ન જોઈએ. આખા કાફલાની તે અધ્યક્ષ હતી એ ખરું, પરંતુ એની નજીકના ઉચ્ચ નામીચા અધિકારીઓથી એ ઘણી દૂર ન જ કહેવાય. ભરસંકટમાં હળવી પ્રેમચેષ્ટા સ્વાભાવિક કહેવાય - સંકટની વિકરાળતાને હલકી બનાવનાર કહેવાય. પુરુષો ભેગાં રહી પુરુષોની સરદારી ભોગવવા ઇચ્છનાર સ્ત્રીથી જનાનખાનાની કડક મર્યાદા પાળી શકાય નહિ. અને શ્રી રામની પ્રજા સંસ્કારી પણ હતી. સંસ્કારી પ્રજા વિલાસથી ભય પામતી નથી. સુલક્ષની દૃષ્ટિ તેને ત્રીસહજ રૂપસંતોષ પણ અર્પતી હતી. ‘સુલક્ષ !' મીંચેલી આંખે ક્ષમાએ શાંતિ ભેદતું સંબોધન કર્યું, કેમ ? ઊંઘ નથી આવતી ?” સુલક્ષે સામો પ્રશ્ન કર્યો. આવે છે, સાધારણ.' ‘શું પૂછતી હતી ?” સુબાહુ પરણેલો છે ? ના.” અને સુકેતુ ? “ના. એ પ્રશ્ન ક્યાંથી કર્યો ‘અમસ્તો જ.” ‘તું પણ ક્યાં પરણી છે?” અને મારે પરણવું પણ નથી. પુરુષની પથારી સેવવા કરતાં આવાં જહાજની પાંખે ઊડવું મને વધારે ગમે છે.” આંખ ઉઘાડી સુલક્ષ સામે જોઈ હસી ક્ષમા બોલી. ક્ષમાના બોલ ઘણી વાર ચમકાવે એવા લાગતા. અધિકારી તરીકે અત્યંત કડક પણ મિત્ર તરીકે બહુ મોજીલી ક્ષમા મિત્રોને ખૂબ ખેંચી. પાછી