પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪ : ક્ષિતિજ
 


આસપાસ અભેદ્ય વર્તલ દોરી દેતી હતી. સુલક્ષ અને શિશિર બન્ને યોદ્ધા ક્ષમાના મિત્રો હતા; મૈત્રી કરતાં વધારે સામીપ્ય માગતા છે, ક્ષમા બન્નેને સામીપ્ય આપી પાછી દૂર સરી જતી, અને પ્રસંગે પ્રસરી અધિકારીનું શ્રેષ્ઠત્વ આગળ કરતી.

એ બંને ભાઈઓ રોમ આવી ગયા છે.' સુલક્ષે કહ્યું. એટલું જ નહિ, ત્યાં રહી ગયા છે અને આપણી બોલી શીખી ગયા છે.' ક્ષમાએ વધારાની ખબર આપી. 'તને શું લાગે છે ? આવતે વર્ષે સૈન્ય લાટ સમુદ્રમાં ઉતારી શકીશ ? ‘હું જમીન ઉપર ઊતરું. પછી કહું.' અને જમીન ઉપર ન ઉતરાય તો ?” “તો એક વર્ષ આગળ લંબાય, એટલું જ. સૈન્ય જરૂર ભારતવર્ષ ઉપર લાવવાનું જ.’ મને સમજ ન પડી.” હું બંને ભાઈઓને મારી આસપાસ ખેંચી રાખીશ.' ક્ષમાએ ઝીણી આંખ કરી કહ્યું અને સુલક્ષ સામે તાકીને જોયું. સુલક્ષનો પગ હાલી ગયો. આસાયેશથી પાસું બદલી ક્ષમા સુલક્ષના ખોળામાં જ સૂઈ રહી. ક્ષમાને લાગ્યું કે તેણે વધારે પડતી નિદ્રા લીધી. દૂર દૂર આછો છબકાર સંભળાવાથી તે જાગી ઊઠી એવો તેને ભ્રમ થયો. તેની પોતાની જ હોડીઓનાં હલેસાં સંભળાતાં હતાં, તેણે હલેસાં ઉપરથી જ ત્રણ હોડીઓ નક્કી કરી. સુલક્ષ ખુલ્લી આંખે બેસી રહ્યો હતો. બીજી કોઈ હોડી ત્યાં હતી જ નહિ. નદીકિનારા ઉપરથી એક કૂકડાએ લાંબો તીણો પોકાર કરી પ્રભાત આગમમનું સૂચન કર્યું. ક્ષમા નિશ્ચિત થઈ વળી સૂતી. પરંતુ તેનું નિશ્ચિતપણે ફરી હાલી ગયું. તે થોડી જ ક્ષણમાં ચમકીને બેઠી થઈ. કેમ, ક્ષમા ! તને શું થાય છે? સુલક્ષે પૂછ્યું. સાંભળ. ધ્યાનથી સાંભળ. આપણી પાછળ કાંઈ સંભળાય છે ! ક્ષમા બોલી. હવે વળી શાની બીક? મને તો કાંઈ સંભળાતું નથી.' 'તારું ધ્યાન મારા રૂપમાં છે. મારું ધ્યાન રોમની સરહદના નકશા તરફ છે. માટે હું વધારે સારું સાંભળી શકું છું.” આછો તિરસ્કાર દર્શાવી ક્ષમા બોલી. નદીનો માર્ગ છે. ગમે તે આવે.”