પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮ : ક્ષિતિજ
 

૩૮ : ક્ષિતિજ આખું વન એ નાદ ઝીલી લે છે. આ ક્ષણે સહુને ખબર છે કે કોઈ માનવી અમારી હદમાં આવે છે.' ‘તમારા રાજાનું નામ શું ?' ‘અમારે કોઈ રાજા જ નથી. અમે કોઈને રાજા થવા જ ન દઇએ. ક્ષમાને આશ્ચર્ય લાગ્યું, રોમન પ્રજાએ સીઝરને રાજપદવીના ભો મારી નાખ્યો હતો એ પ્રસંગની રસભરી વાત વૃદ્ધો કહેતા હતા. એ જ વૃદ્ધો રોમન શહેનશાહત કેવી રીતે સ્થપાઈ - અને એ શહેનશાહત દ્વારા સીઝર- કૈસરની ભાવના કેવી રીતે સજીવન રહી એ કથા પણ કહેતા હતા. સીઝરનું જગતવિજયનું સ્વપ્ન તેના રાજકીય વંશજોએ ચાલુ રાખ્યું હતું. એ વિજયસ્વપ્નના એક મહત્ત્વના વિભાગ તરીકે ક્ષમા આજ અજાણ્યા પ્રદેશમાં ઊભી હતી. ‘અને કોઈ થવા માગે તો ?' ક્ષમાએ પૂછ્યું. ‘તો તેને લીલા વૃક્ષ સાથે બાંધી બાળી મૂકીએ.' ‘તમે તો બહુ ક્રૂર.’ ‘કેવી રીતે ?’ ‘જીવતા પ્રાણીને આમ બાળવું એ ક્રૂરતા નહિ તો બીજું શું ?’ ‘એક રાજા બનાવી તમે આખી પ્રજાને યુગયુગની ભઠ્ઠીમાં બાળો છો. એની ક્રૂરતા એ ઓછી ક્રૂરતા !' નાગકન્યાએ કહ્યું. ‘ત્યારે તમારું શાસન કેમ ચાલે ? ‘અમારા સંઘપતિને અમે પસંદ કરીએ છીએ, અને તેના હાથમાં સર્વ સત્તા સોંપીએ છીએ.’ ‘સંઘપતિ રાજા થવા માગે તો ?’ ‘તો એને પણ એ જ શિક્ષા. ‘તમારો સંઘપતિ કોણ છે ?’ ‘હમણાં તો હું છું.’ નાગકન્યાએ કહ્યું. ક્ષમા જરા આશ્ચર્યચકિત બની. રોમની મહારાણી રોમના મહારાજને લીધે જ હોય છે ! સ્ત્રી એકલી હજી રોમની ગાદીએ વિરાજી નહોતી. અહીં તો આ નાગકન્યા રાજવીની સત્તા ભોગવતી હતી. ‘સ્ત્રીને રાજ્ય કરવું ફાવે ખરું ?’ ક્ષમાએ પૂછ્યું. ‘કેમ નહિ ? મને હરકત આવતી નથી.’ ‘સ્ત્રીને તો સ્નેહ જ શોભે - સત્તા નહિ.’