પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નાગપાશ : ૩૯
 

નાગપણ : ૩: ‘હું ખૂબ સ્નેહ કરી શકું છું. તમારી ખાતરી કરી આપીશ.’ કી નાગકન્યા હસી. વનનો ભાગ સહજ ખુલ્લો થતો જણાયો. સૂર્યનો તડકો પણ છાયામાંથી દેખાવા લાગ્યો. ક્ષમાએ ઊંચે જોયું. ‘મધ્યાહ્ન થયા છે.’ નાગકન્યાએ કહ્યું. “ઓહો ! કેટલો સમય વહી ગયો ?' ક્ષમા બોલી. ‘તમારી થોડી મહેમાનગીરી કરીશું. ભૂખ તો લાગી છે ને ?' ‘નાગ તો વાયુ ભક્ષીને રહે છે, નહિ ?' ‘પણ માનવીની કેટલીક કુટેવો નાગને પણ વળગે છે. ભૂખ એ માનવીની ભારેમાં ભારે કુટેવ.' ક્ષમા હસી. આ અર્ધનગ્ન શ્યામામાં ક્ષમાને સહસ્વભાવ દેખાયો. એ ખરેખર માનવી નહિ હોય શું ? માનવી દેવ કે અર્ધદેવ બની જાય ત્યારે તે અણગમો થઈ પડે છે. આ નાગકન્યા અર્ધદેવયોનિ ન હોય તો કેવું સારું! ‘તમને ભૂખ લાગે ખરી ?’ ક્ષમાએ પૂછ્યું. ન ‘અમે માનવી બનીએ એટલે માનવીની કુટેવો પણ અમને વળગે જ.’ વનનો ભાગ ખૂલી ગયો. આછાં વૃક્ષોથી રમણીય બનેલી એક સિરતા મોટા નાના ખડકો વચ્ચે થઈને ખળખળ વહી રહેલી નજરે પડી. અને એ નદીને બીજે તીરે પાછું ગાઢ વન શરૂ થતું હતું. બંને પાસ ઉન્નત વૃક્ષરાજિના ભરાવ અને વચ્ચે વહેતી સરિતા જાણે નાગકન્યાની વસ્ત્ર- વિહીન છાતીનું મહાપ્રતીક ન હોય ! નાગકન્યા સરખી જ શ્યામવર્ણી ચારેક સ્ત્રીઓ, નાગકન્યા સરખાં જ આછાં વસ્ત્ર ધારણ કરેલી, કિનારા ઉપર ફરતી હતી. નાગકન્યા અને ક્ષમા પાસે આવતાં એ સ્ત્રીઓએ વિચિત્ર નમન કર્યું. એકે કહ્યું : ‘ફળ તૈયાર છે.’ ‘લાવો. અમે પણ બેસીએ છીએ.' નાગકન્યા બોલી. નાગકન્યા ક્ષમાને લઈ એક રેતી પાથરેલા મોટા પથ્થર ઉપર બેઠી. એ પથ્થરને પાણીના પ્રવાહે કુદરતી બેઠક સરખો બનાવી દીધો હતો. એ પથ્થરની ઉપર બીજી મોટી છાટ અધૂછત્ર સરખી બની ગઈ હતી. નાગ- કન્યાએ નીચે વહેતાં પાણીમાં પગ લંબાવ્યા. જોરથી વહેતાં પાણીમાં વારંવાર ખસી જતા નાગકન્યાના પગ તેના મનમાં બહુ રમૂજ ઉપજાવતા હતા.