પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩ : ક્ષિતિજ
 

બંધનમા : ૪૩
 

બંધનમાં : ૪૩ કે આવે વીર બેઠો કો પંખી તણી પાંખમાં ! અમે રમતાં જલવાસ માંહી જઈએ, હૈયાની વાત કહીએ, કે જાગે કો'ક જૂનો અંગાર હજી રાખમાં ! ગીત બંધ રહ્યું, પરંતુ તેના રણકાર ચારે પાસ જીવંત રહ્યા. પુષ્પ દૂર જતાં પણ સુવાસ મૂકતું જાય છે; સંગીત લુપ્ત થાય તોય તે સૂરભણકાર મૂકતું જાય છે. ‘પ્રેમમાં છો ?’ ક્ષમાએ પૂછ્યું. ‘એમાં કાંઈ ખોટું તો નથી ને ?' નાગકન્યાએ સામું પૂછ્યું. ‘ના. પણ મને પ્રેમીઓ ગમતાં નથી.’ 'કેમ ?' પ્રેમમાં મહત્તા ખોવાઈ જાય છે.’ ‘જે દિવસે મને પ્રેમી મળે અને તમને મહત્તા મળે તે દિવસે આપણે એકબીજાને યાદ કરીશું.’ ‘મને મહત્તા મળવી શરૂ થઈ ગઈ.’ ‘કેવી રીતે ?’ ‘તમે મળ્યાં તેથી.’ ‘એથી શું થશે ?’ ‘હું રોમન સામ્રાજ્ય આ વનમાં વિસ્તારી શકીશ.’ ‘એ શર્તે હું ભાગ્યે મળી શકું.’ ‘હું બળ કરી તમને મેળવી લઉ તો ?’ ‘સહેલું નથી. પ્રયત્ન કરી જુઓ..’ ચતી તરતી નાગકન્યાની છાતી ઉપર એક ખંજર ચમકી રહ્યું. ક્ષમા ખંજર ધરી રહી હતી. બંનેના વેગ અટકી ગયા. જલ ઉપર બંને સ્થિર થઈ ગયાં. ક્ષણભર બંનેની આંખો ચમકી રહી. નાગકન્યા સહજ હસીને બોલી : ખંજર ધર્યું, પણ તે મારી શકો એમ છો ?’ ‘જરૂર. તમે કહો કે રોમન સામ્રાજ્ય સ્વીકાર્ય નથી, અને તમને ખબર પડશે કે રોમન ખંજર કેટલાં તીક્ષ્ણ હોય છે !' ‘હું સ્વીકારું તોય આ નાગપ્રદેશ કેમ સ્વીકારશે ?’ ‘તમે સંઘપતિ છો.’ સ્વાતંત્ર્ય વેચવાનો મને અધિકાર નથી.'