પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪ : ક્ષિતિજ
 

૪૪ : ક્ષિતિજ ‘સંઘ અને સંઘપતિ બંનેને હું વિખેરી નાખીશ.’ ‘અહીં તો એકલાં છો.’ ‘રોમન જગતસ્વામી છે. એને એકાંત ડરાવી શકતું નથી.’ ‘મને માર્યાથી તમારો અર્થ સરશે ?' ‘જરૂર.’ ‘ઠીક. ત્યારે હું રોમન સામ્રાજ્યને આમ લાત મારું છું.' કહી નાગ- કન્યાએ પાણી ઉપર પોતાનો એક પગ ઉછાળ્યો. ક્ષમાએ તત્કાળ ખંજર ભોંક્યું. નાગકન્યા અલોપ થઈ ગઈ, અને ક્ષમાનું ખંજર પાણીમાં નિરર્થક બન્યું. વિસ્મિત ક્ષમાના વિસ્મયને ભયમાં ફેરવી નાખતો એક નાગ પાણી માંથી ફણા બહાર કાઢી રહ્યો, અને એક જ ક્ષણમાં ફણાની ઝપટ મારી ક્ષમાના હાથે વીંટાયો. નાગ અને ખંજરવાળો ક્ષમાનો હાથ પાણીમાં અદૃશ્ય થયાં, અને ક્ષમા જોતજોતામાં કિનારા તરફ ઘસડાઈ. શું કરવું તેની ક્ષમાને સમજ પડી નહિ. ઘણા મુશ્કેલ પ્રસંગોમાં તેની બુદ્ધિએ પ્રકાશ આપ્યો હતો. અત્યારે તેની બુદ્ધિ ઝાંખી પડી ગઈ. કોઈ પણ શારીરિક કે માનસિક બલ તેને આમ નિમલ્યિ બનાવી ઘસડી શકયું ન હતું. સામું બલ વાપરી શકે તે પહેલાં તો તે કિનારા સાથે અથડાઈ. પણ અથડાતા બરોબર તેને લાગ્યું કે તેના હાથને ભેરવેલી નાગચૂડ અળગી થઈ ગઈ છે. તેના છૂટેલા હાથમાં ખંજર ન હતું. બંને હાથ વડે તેણે કિનારાને પકડી લીધો અને નીતરતાં વસ્ત્ર તે કિનારા ઉપર જઈને ઊભી. તેની જ પાછળ અલોપ થયેલી નાગકન્યા પાણી ઉપર તરી આવી હસવા લાગી. બોલો, હજી રોમન સામ્રાજ્ય જોઈએ ?’ નાગકન્યાએ પાણીમાં રહે રો પૂછ્યું. ચમત્કારવિસ્મિત ક્ષમા ભય પામી હતી, પરંતુ રોમન સામ્રાજ્યને નામે તેનામાં બલ આવ્યું. ‘એક પણ રોમન જીવશે ત્યાં સુધી રોમન સામ્રાજ્ય જીવશે.’ ક્ષમા બોલી. ‘સામ્રાજ્ય તો મેં આ પાણીમાં ડુબાવી દીધું. રોમન ભલે જીવતો રહે.' નાગકન્યા બોલી અને સફાઈથી પાણી બહાર કિનારે આવી ઊભી. ધીમા ઠંડા સમીરે તેના અર્ધનગ્ન દેહ ઉપર રોમવલ્લરી વિકસાવી. અલોપ થઈ ફરી દેખાયેલી આ નાગકન્યા માનવી કે દેવ ? ક્ષમાને જોરથી આ વિચાર આવ્યા કરતો હતો.