પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦ : ક્ષિતિજ
 

૫૦ : ક્ષિતિજ શું હજી ઉત્તુંગ તેને ઊંચકીને જ ચાલતો હતો ? ક્ષમાની ભ્રમણા ખોટી પડી. તે ઊંચકીને ચાલતો ન હતો, પણ તે દૂર બેઠો બેઠો તેની તરફ કરતો હતો ! ક્ષમા ક્યાં હતી ? તેને શું થયું ? એક રાત વીતતાં તેને ક કયા અનુભવ થયા ? તેનું સૈન્ય ક્યાં ? સૈન્યનો વિચાર આવતાં જ તે એકાએક બેઠી થવા ગઈ. પરંતુ તેના દેહથી એ માનસિક ઝોક ઝીલી શકાયો નહિ, દેહથી બેઠાં ન થવાયું. ‘અરે, અરે, મને શું થાય છે ?' ક્ષમા બોલી ઊઠી. ‘તને ભૂખ લાગી છે. થોડું દૂધ પી લે.’ કહી ક્ષમાના માથા પાસે બેઠેલી એક સ્ત્રીએ ક્ષમાને બેસાડી દૂધ પાયું. ક્ષમાના દેહમાં ચૈતન્ય આવ્યું. તેની ફરતી આંખો સ્થિર થવા લાગી. ઉત્તુંગ સહજ નજીક આવ્યો. દૂધ પાનાર સ્ત્રી ત્યાંથી ઊઠી ચાલી ગઈ. એકલી પડેલી ક્ષમાની પાસે ઉત્તુંગે ફળની એક ટોપલી લાવી મૂકી. ‘તું મિત્ર છે કે શત્રુ ?’ ક્ષમાએ ઉત્તુંગને પૂછ્યું. ‘એનો જવાબ તું જ આપ ને !' ઉત્તુંગે કહ્યું. ‘હું શત્રુ હોઉ તો ?’ ‘તોય તને અમે અમારામાં ભેળવી લઈશું.’ ‘અને મિત્ર હોઉ તો ?’ ‘તારી મેળે તું અમારામાં ભળી શકીશ.' ‘એનો અર્થ શો ? મને ન સમજાયું.’ ‘એક નાગપુરુષ સાથે તારે લગ્ન કરી લેવું પડશે.’ ક્ષમા એકાએક હસી પડી. રોમન પુરુષોએ વિજેતા બની અનેક પ્રજાઓની જાતમાં પરિવર્તન કરી દીધું હતું. શું આ નાગપ્રજા પણ તેમ કરવા ધારે છે ? વનવાસી પ્રજા હોય કે ચમત્કારિક દૈવી પ્રજા હોય ઃ આવી સરળતા તેને હસવા સરખી લાગી. ‘કયા નાગપુરુષ સાથે ?’ એક ફળ લઈ ખાતાં ખાતાં ક્ષમાએ પૂછ્યું. ‘સંઘપતિએ મને આજ્ઞા કરી છે, પરંતુ પસંદગી છેવટે તારી જ રહેશે.’ ઉત્તુંગે કહ્યું. ‘ત્યારે તો મને પસંદગીનો સમય મળશે. કેટલા દિવસ ?’ ‘આવતી કાલ. એક જ દિવસ.' ક્ષમાએ આંખની પાંપણ ઝડપથી હલાવી, અને ફળ ખાવાનું ચાલુ રાખ્યું. તેણે ચારે પાસ નજર ફેરવી. ઘુમ્મટવાળો બેડોળ ઈંટેરી ભીંતોથી રક્ષાયેલો તેનો ઓરડો હતો. આછો પ્રકાશ સંધ્યાકાળ કે સવારનો ખ્યાલ