પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નાગલોક : ૫૧
 

નાગલોક : ૫૧ આપતો હતો. ઓરડામાં બે શમેદાનીઓ નાગની આકૃતિમાં ગોઠવાયેલી પ્રકાશ આપવા મથી રહી હતી. પથ્થરની એક પાટ ઉપર પાથરેલા સુંવાળા ચર્મ ઉપર ક્ષમા બેઠી હતી. એક લાંબો કિયો તેની પથારીમાં પડ્યો હતો. એક સ્વસ્તિકનું અને એક નાગનું ચિહ્ન ભીંત ઉપર ઝાંખું ઝાંખું દેખાઇ આવતું હતું. બાણ, ત્રિશૂળ, ધનુષ્ય અને ખગ ભીંત ઉપર લટકતાં હતાં. એક પથ્થરની બાજઠ ઉપર તાડપત્રોનાં પુસ્તકો પણ ગોઠવાયેલાં દેખાયાં. ‘ઉત્તુંગ ! આ પ્રદેશમાં તારું સ્થાન કર્યું ?' ક્ષમાએ પૂછ્યું. ‘આખો પ્રદેશ એ મારું સ્થાન.' ‘એમ નહિ, તારો અધિકાર શો ?’ ‘હું એક સેનાનાયક છું.’ ‘સંઘપતિથી ઊતરતો, ખરું ?' ‘હા... ના... એમાં ચઢતા ઊતરતાનો પ્રશ્ન જ નથી. હું પણ સંઘપતિ થઈ શકું છું.' ‘ત્યારે હજી સુધી કેમ થતો નથી ?' ‘અહીં સ્ત્રીઓ બહુ મોંઘી છે.’

‘કેમ ?’ સ્ત્રીઓ આર્ય પુરુષો સાથે પરણી ચાલી જાય છે.' ‘તમે આર્ય નથી ?’ ‘અમે માનીએ છીએ કે અમે આર્ય છીએ.’ ‘ત્યારે સ્ત્રીઓ કેમ માનતી નથી. ?’ ‘ઊજળો વર્ણ અને લાંબું મુખ એમાં જ બધી આર્યતા આવી ગઈ છે!’ સહજ તિરસ્કારથી ઉત્તુંગ બોલ્યો. ‘તમારા સંઘપતિનું નામ ?’ ‘ઉલૂપી.’ ‘એ પરણેલી છે ?’ ‘ના.’ 'કેમ ?' ‘એને પણ કોઈ આર્ય સાથે પરણવું છે.’ ‘તેથી એને સંઘપતિ બનાવી દીધી છે ?' હા. એનાથી હવે આ પ્રદેશ છોડી ચાલ્યાં જવાશે નહિ.'