પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨ : ક્ષિતિજ
 

૫૨ : શિતિજ ક્ષમાએ પણ પોતાના દેશ ખાતર, પોતાની પ્રજા ખાતર, પા સામ્રાજ્ય ખાતર કુમળા ભાવોને દૂર મૂક્યા હતા. ઉલૂપી પણ સંઘ બની પોતાના પ્રદેશમાં જ બંધાઈ રહી હતી. ‘અને તે ચાલી જાય તો ?' ‘અશક્ય.’ ‘પણ તે શક્ય બન્યું તો ?’ ‘તો અમે કહેવાતા આર્યોને ઘડીભર જંપી બેસવા ન દઈએ, અમે અનેક આયઓને ઉપાડી લાવીએ.' સેબાઇન સ્ત્રીઓનું હરણ કરી લાવેલા રોમનોની પ્રાચીન બની ગયેલી વાતો ક્ષમાને યાદ આવી. પ્રજાના સજીવનપણાના પ્રતીકરૂપ સ્ત્રી વગર કોઈ પણ સમાજ રહી શકે જ નહિ. પ્રેમ એટલે ? સ્ત્રીનું આકર્ષણ કરવાનો માર્ગ : પછી તે કળનો માર્ગ હોય કે બળનો : વસ્ત્રાભૂષણથી તેને લલચાવવી કે બળપૂર્વક તેને ઊંચકી લાવવી : પ્રજાને આમ સજીવન રાખ- વાનું કારણ ? ઃ ક્ષમા પોતે જ પોતાની પ્રજાને માટે શું આટલે દૂર આવી ન હતી ? પરંતુ સ્ત્રીઓ ભૂમિવિસ્તારમાં પડે તો સંખ્યાનો વિસ્તાર અટકી ન જાય ? અને સંખ્યા ઘટે તો જગતભરમાં રોમન સંસ્કૃતિ ફેલાય શી રીતે ? ‘કેટલી આયિઓને ઉપાડી લાવ્યા ?' ક્ષમાએ પૂછ્યું. ‘હમણાં જરૂર નથી પડી, પણ હવે પડશે.’ ‘કેમ ?’ વચમાં થોડો સમય અમે આર્યો સાથે આંતરલગ્ન કરતા હતા. મારી માતા એક આર્યા હતી, પણ હવે નાગકન્યાઓ ઘટવા માંડી છે.’ દૂરથી એક ઘંટનાદ સંભળાયો. ઘંટનો અવાજ બહુ જ ચોખ્ખો સંગીતમય અને આહ્લાદક રણકારભર્યો હતો. ઉત્તુંગ ઊભો થઈ ગયો. ‘કેમ, ઉત્તુંગ ? બેસ ને ?’ ક્ષમાએ કહ્યું. ‘અમારા દેવની સાયંપૂજા શરૂ થઈ. મારે ઊભા રહેવું જોઈએ.’ ‘તારા દેવનું નામ ?’ ‘શિવ.’